જમૈકામાં ભારત-વિન્ડીઝની આજે અંતિમ વન-ડે

જમૈકાઃ અહીંના સબિના પાર્ક મેદાનમાં ભારત અને વિન્ડીઝ વચ્ચે પાંચમી અને અંતિમ વન ડે આજે અહીં ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦થી રમાશે. ભારત હાલ શ્રેણીમાં ૨-૧થી આગળ છે અને આજની મેચ જીતીને ૩-૧થી શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. જો આજની મેચ કેરેબિયનો જીતી જશે શ્રેણી ૨-૨થી ડ્રૉ થશે અને પછી આ જ મેદાનમાં રવિવારે બન્ને ટીમ વચ્ચેની એકમાત્ર ટી-મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૯.૦૦થી રમાશે.

બીજી જુલાઈની ચોથી વન-ડેમાં પહેલાં રહાણે (૯૧ બૉલમાં ૬૦ રન) અને પછી ધોની (૧૧૪ બૉલમાં ૫૪ રન) ખૂબ જ ધીમું રમ્યા હતા. ભારતીય ટીમ ૪૯.૪ ઓવરમાં ૧૭૮ રન બનાવીને ઑલઆઉટ થઈ જતાં ૧૯૦ રનનો લક્ષ્યાંક ૧૧ રન માટે ચૂકી ગઈ હતી. ધોનીની આ ઇનિંગ્સ જોતાં તે હવે તે મેચ ફિનિશર નથી રહ્યો એવી વાતોએ જોર પકડ્યું છે. ધોનીની કરિયરનો અંત પણ હવે નજીક છે એવી ચર્ચા પણ ભારતીય ક્રિકેટમાં થવા લાગી છે. ચોથી વન ડેમાં કેરેબિયન કૅપ્ટન જેસન હોલ્ડરે પાંચ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો હતો. આજની મેચ પણ રોમાંચક બનશે તેવી ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like