બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં ભી શુભાનઅલ્લાહ!

વેસ્ટ ઇન્ડીઝ સામે વિરાટની શાનદાર બેવડી સદી બાદ અશ્વિને પણ બેટિંગમાં પોતાનો રંગ દેખાડ્યો અને ફટકારી દીધી. વિન્ડીઝની ધરતી પર અશ્વિન પહેલી વાર ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે અને પોતાની પહેલી જ ટેસ્ટમાં તેના બેટમાંથી ૧૧૩ રન નીકળ્યા. અશ્વિને પોતાની આ ૨૩૭ બોલમાં પૂરી કરી હતી. અશ્વિને કુલ ૧૨ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. અશ્વિનની કરિયરની આ ત્રીજી સદી હતી.

આ પહેલાં અશ્વિને પોતાની ટેસ્ટ કરિયરમાં જે બે સદી ફટકારી છે એ પણ તેણે વિન્ડીઝ સામે જ ફટકારી છે. જોકે આ બંને સદી અશ્વિને ભારતીય ધરતી પર નોંધાવી હતી. અશ્વિન હવે એવો ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે, જેણે વિન્ડીઝમાં પોતાની પહેલી ટેસ્ટમાં જ સદી ફટકારી હોય. અશ્વિનની પહેલાં પોલી ઉમરીગર, બ્રિજેશ પટેલ અને સંજય માંજરેકર આ કમાલ કરી ચૂક્યા છે.

You might also like