આજની ભારત સામેની ટી-૨૦ મેચમાં શ્રીલંકાએ કર્યા સાત ફેરફાર

કોલંબોઃ શ્રીલંકાએ ભારત સામે આવતી કાલે બુધવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૭.૦૦ વાગ્યાથી શરૂ થનારી એકમાત્ર ટી-૨૦ મેચ માટે ૧૫ સભ્યની ટીમની જાહેરાત કરી છે. ભારત સામે વન ડે શ્રેણી રમનારી ટીમમાં સાત ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ ભારત સામે વન ડે શ્રેણી પહેલાં જ ગત ૧૫ ઓગસ્ટે ટી-૨૦ મુકાબલા માટે ટીમની જાહેરાત કરી દીધી હતી, પરંતુ મેચના બે દિવસ પહેલાં જ બોર્ડે એક નિવેદન જારી કરીને નવી ટીમની જાણકારી આપી દીધી હતી. આ ટીમમાં કેપ્ટન ઉપુલ થરંગા સહિત જૂની ટીમના આઠ ખેલાડીઓને જ જાળવી રખાયા છે.

ટીમઃ ઉપુલ થરંગા (કેપ્ટન), એન્જેલો મેથ્યુસ, નિરોશન ડિકવેલા, દિલશાન મુનાવીરા, દાસુન શનાકા, મિલિંદા શ્રીવર્ધના, વાનિનડુ હસારંગા, અકિલા ધનંજય, જેફ્રી વેન્ડરસે, ઇસુરુ ઉદાના, સીકુગે પ્રસન્ના, તિસારા પરેરા, લસિથ મલિંગા, સુરંગા લકમલ અને વિકુમ સંજય.

You might also like