ટેસ્ટ : ભારતને પ્રથમ ટેસ્ટમાં મળી લીડ, શ્રીલંકા 291 રનમાં ઓલઆઉટ

ગાલા : ભારત-શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની પકડ મજબૂત થઇ ગઇ છે. પ્રથમ ટેસ્ટના બીજા દિવેસ શ્રીલંકા 291 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારતે બનાવેલ 600 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ફોલોઓન બચાવ્યા પહેલા 291 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. શ્રીલંકાને ફોલોઓન બચાવવા માટે 401 રનની જરૂર હતી. પરંતુ તે પહેલા ટીમ ઓલઆઉટ થઇ ગઇ છે. ભારત તરફથી જાડેજાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી છે. જ્યારે શમીએ 2 અને અશ્વિન અને પંડયાને 1-1 વિકેટ મળી છે. આમ શ્રીલંકા 291 રનમાં ઓલઆઉટ થઇ જતાં ભારતને 309 રનની લીડ મળી છે. ભારતે ફોલઓન ન આપતા બીજી ઇનિંગ્સ શરૂ કરી છે જેમાં તેની પ્રથમ વિકેટ પડી ગઇ છે.
http://sambhaavnews.com/

You might also like