INDvsSL: કોહલી-વિજયની સદી, ભારત મજબૂત સ્થિતિમાં

ભારત-શ્રીલંકા વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે રમાઇ રહી છે. આજે પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસના અંતે 4 વિકેટના નુકસાન 371 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 6 રને જ્યારે કપ્તાન વિરાટ કોહલી 156 રને રમતમાં છે.

નાગપુરમાં ડબલ સેન્ચુરી મારનાર ટીમ ઇન્ડિયાના સુકાનીએ દિલ્હીમાં પણ સદી ફટકારી 52મી ઇન્ટરનેશનલ સેન્ચુરીનો રેકોર્ડ બનાવી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 20મી સેન્ચુરી હતી. તેની સાથે સતત આ ત્રીજી ટેસ્ટ સદી હતી. આ અગાઉ નાગપુર ટેસ્ટમાં વિરાટ કોહલીએ 213 અને કોલકાતા ટેસ્ટમાં 104 રન કર્યા હતા.

આ અગાઉ ટીમ ઇન્ડીયાની શરૂઆત સારી રહી નહોતી અને 42 રનના સ્કોર પર પ્રથમ વિકેટ પડી હતી. શિખર ધવન 23 રન બનાવી આઉટ થઇ ગયો હતો. જ્યારે પુજારા પણ પોતના અંગત 23 રન પર આઉટ થઇ ગઇ હતો. પરંતુ ત્યારબાદ મુરલી વિજય અને વિરાટ કોહલી વચ્ચે શાનદાર ભાગીદારી થઇ હતી. મુરલી વિજયે 155 રનનું શાનદાર યોગદાન આપ્યું. ત્યાર બાદ રમવા આવેલા અજિંક્ય રહાણે ફરી નિષ્ફળ ગયો હતો. રહાણે 1 રન બનાવી આઉટ થઇ ગયો હતો. ભારતીય ટીમમાં ત્રીજી ટેસ્ટમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ઉમેશ યાદવની જગ્યાએ મોહમ્મદ શામી અને લોકેશ રાહુલની જગ્યાએ શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

You might also like