ટેસ્ટ અને વન-ડે બાદ ભારતનો શ્રીલંકા સામે ટી-20માં શાનદાર વિજય

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડીયા અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. શ્રીલંકાએ ટીમ ઈન્ડીયાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેનાં જવાબમાં ભારતે 19.2 ઓવરમાં 173 રન બનાવી 7 વિકેટે જીત મેળવી લીધી.

ટીમ ઈન્ડીયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 170 રન બનાવ્યા હતા. મુનરાવિરા 29 બોલમાં 53 રન બનાવી ટોપ સ્કોરર રહ્યો હતો. ભારત તરફથી યજુવેન્દ્ર ચહલે સૌથી વધુ 3 જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને એક-એક વિકેટ મળી હતી.

જો શ્રીલંકા ટીમની રમતની વાત કરીએ તો, સૌપ્રથમ શ્રીલંકા ઉપુલ થરંગા 5 રને આઉટ થયો હતો. બીજી વિકેટ નિરોશન ડિક્વેલાની પડી હતી. ત્યારબાદ એજોંલો મેથ્યુઝ 7 રન, દિલશાન મુનવીરા 53 રન, થિસારા પરેરા 11 રન, દાસુન શનકા 00 રન અને સીકુગે પ્રસન્ના 11 રને આઉટ થઈ ગયા હતા.

કોલંબોમાં બે દિવસથી વરસાદ ચાલુ હતો. આ કારણે ગ્રાઉન્ડ ભીનુ થઈ ગયું હતું અને મેચ મોડી શરૂ થઈ હતી. જોકે, ઓવર્સમાં કોઈ કાપ મુકાયો નહોતો. ભારતે ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગમાં ઉતાર્યું હતું.

મેચની ત્રીજી ઓવરમાં કેપ્ટન ઉપુલ થરંગા આઉટ થયા બાદ બેટિંગમાં આવેલ મુનરાવિરાએ જોતજોતામાં અડધી સદી ફટકારી દીધી હતી. તે જ્યારે ક્રિઝ પર હતો ત્યારે શ્રીલંકા 200 રન સુધી પહોંચી જાય તેવું લાગતું હતું પણ 11મી ઓવરમાં કુલદીપ યાદવે તેને બોલ્ડ કર્યો હતો અને 14 ઓવરમાં ચહલે બે વિકેટ ઝડપતાં શ્રીલંકા 170 રન સુધી સિમીત રહ્યું હતું. અશન પ્રિયંજને 40 રનની ઈનિંગ રમી હતી.

You might also like