ભારતીય બોલરોનાં આક્રમક દેખાવથી ભારતનો સરળ વિજય

વિજાગ : ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે ત્રીજી અને મહત્વની ફાઇનલ મેચ છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણ કર્યો હતો. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે આવેલી શ્રીલંકન ટીમ 82 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય બોલરોનાં આક્રમક પ્રદર્શન સામે શ્રીલંકન ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 8 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમને ભારતીય સ્પિનદર રવિચંદ્રન અશ્વિને પહેલી જ ઓવરમાં 2 વિકેટ ઝડપી લીધી હતી. મેચનાં ત્રીજા જ બોલમાં અશ્વિને ડિકવેલાને ધોનીનાં હાથે સ્ટંપ આઉટ કરાવ્યો હતો.

જ્યારે ઓવરનાં અંતિમ બોલમાં અશ્વિને દિલશાનને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ મેચની ત્રીજી અને અશ્વિને પોતાની બીજી ઓવરનાં પહેલા જ બોલમાં કેપ્ટન ચાંડીમલ (8)ને પેવેલિયન ભેગો કર્યો હતો. ચંડીમલ પંડ્યાનાં હાથે કેચ આઉટ થયો હતો. અશ્વિને ત્તયાર બાદ 20નાં સ્કોર પર રહેલા ગુણારત્નેને પણ ફાઇન લેગમાં રેનાનાં હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ સાથે શ્રીલંકાની ચાર વિકેટ પડી ચૂકી હતી. ત્યાર બાદ આશીષ નેહરાએ મોર્ચો સંભાળ્યો હતો. નેહરાએ સિરિવર્ધને (4)ને બોલ્ડ કર્યો હતો.શ્રીલંકાની છઠ્ઠી વિકેટ સિકૂગે પ્રસ્ન્નાનાં સ્વરૂપે મળી હતી. જેને રવિન્દ્ર જાડેજાએ એક સારા થ્રો દ્વારા આઉટ કર્યો હતો.

જાડેજાએ ત્યાર બાદ પોતાની બોલિંગનો કમાલ દેખાડી અને શનાકા (19)ને બોલ્ડ કરીને શ્રીલંકાને સાતમો ઝટકો આપ્યો હતો. આઠમી વિકેટ સુરેશ રૈનાએ લીધી હતી. તેણે સેનાનાયકેને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ પરેરા (12)ને રૈનાએ અને ફર્નાન્ડો બુમરાહનો ભોગ બન્યા હતા. આ સાથે જ શ્રીલંકા માત્ર 83નાં સ્કોરમાં જ સમેટાઇ ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીરીઝની બીજી મેચ ભારતે 69 રનથી જીતીને સીરીઝમાં બરાબરી કરી લીધી હતી. અને ત્યારે ત્રીજી મેચ નિર્ણાયક છે. આ મેચમાં જીતનારી ટીમ શ્રૃંખલા જીતશે. શ્રીલંકાએ આ મેચમાં ત્રણ ફેરફાર કર્યા છે. કપૂગેદરા ઇજાગ્રસ્ત છે. દિલહારા અને ડિકવેલાને ટીમમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે અસેલા આ મેચમાં ડેબ્યુ કરશે. જ્યારે ભારતીય ટીમે આ મેચમાં કોઇ ફેરફારો કર્યા નથી.

You might also like