ભારત-આફ્રિકા વચ્ચે T-20 શ્રેણીની પ્રથમ મેચ, રૈના પર નજર

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ ટી-20 મેચ આજે જ્હોનિસબર્ગ ખાતે રમાશે. વન ડે શ્રેણીમાં રચેલા ઇતિહાસ બાદ સતત ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમની નજર હવે ટી-20 શ્રેણી પર રહેશે. ભારત-આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે. જો કે બંને ટીમને આ શ્રેણીની તૈયારી માટે એક જ દિવસનો સમય મળ્યો.

ભારત-આફ્રિકા વચ્ચે વન ડે શ્રેણીની અંતિમ મેચ શુક્રવારે રમાઇ હતી. વન ડે શ્રેણીમાં ઇતિહાસ રચ્યા બાદ શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમની નજર હવે ત્રણેય ટી-20 મેચની શ્રેણી જીતવા પર રહેશે. ભારતીય સુકાની વિરાટ કોહલીના ચાલી રહેલા શાનદાર ફોર્મને જોતાં ટી-20 શ્રેણી પણ ભારત જીતે તેવું ક્રિકેટ ચાહકોને લાગી રહ્યું છે.

ભારતીય ટીમમાં સુરેશ રૈનાની વાપસી થઇ રહી છે જેના કારણે ભારતીય ટીમના મીડલ ઓર્ડરને વધુ મજબુતી મળશે. બોલિંગ આક્રમણની વાત કરીએ તો ચહલ અને કુલદીપ યાદવની જોડી ટી-20 યજમાન ટીમ આફ્રિકાની ટીમ માટે માથાના દુઃખાવા સમાન રહેશે.

You might also like