ધોનીની કપ્તાન ઇનિંગથી ભારતે દ.આફ્રિકાને રર રને હરાવ્યું

[:en]Indore : Today with the help of captain Dhoni’s inning and Ajinkya Rahane’s half century contribution and bowlers great performances India defeated South Africa in second one-day with 22run in Indore’s Holker stadium. With this, India had a five- match series 1 -1. By now the third match will be organized in Rajkot, which will have been played on 18th. With a target of 248 runs of India, South Africa got all out in just 43.4 over and made 225 run with the help of Faf du Plessis’s half century.

After winning toss Mahendrsingh Dhoni selected batting to save team and hit boundaries with 98 runs. His performance simply gave strong answer to critics and India got 247 run.

Rohit Sharma made century in First one day, but could hardly make only three runs and bowled by Rabada. Ajinkya Rahane completed half century in 12 over with Sikhar Dhavan. Sikhar Dhavan could make 23 runs with the help of four fours and got out by Imran Tahir. Rahana contributed 51 run with the help of six fours in 63 bolls. This is the third half century against South Africa. Rahana has been discussed a lot about being a team in this series.

Virat Kohil was surprisingly got out with 18 run in fifth boll of 19 over. On other hand Dhoni was trying very hard as captain where Suresh Raina gave catch to De kock in Markel’s betting. Patel made 13run in sixth wicket and became LDW by Dale steyn. Bhumneshwar was Imran’s second got out player.

After losing seven wickets at 165run Harbhajansingh in his inning with the help of two fours and one six added 28run. Umesh Yadav also got out by stryn. Dhoni made hardly 98 runs to pledge responsibility. Mohint and Sharma were also not out on zero with him. Thus India made 9 wickets and 247 run.

India gave chance to Mohit Sharma and Patel by getting out Amit Mishra and Stuart from team. While Harbhajan had already been included on behalf of inured Ashwin.[:de]ઇન્દોરઃ ધોનીની કપ્તાન ઇનિંગ અને અંજિક્ય રહાણેના અર્ધ શતકીય યોગદાન તથા બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતે આજે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહેલ બીજી વન-ડેમાં દ.આફ્રિકાને રર રને હાર આપી હતી. આ સાથે ભારતે પાંચ વન-ડેની શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. હવે પછીની ત્રીજી વન-ડે મેચ રાજકોટ ખાતે તા.૧૮મીના રોજ રમાનાર છે. ભારતના ર૪૮ રનના ટાર્ગેટ સાથે બેટિંગમાં ઉતરેલ દ.આફ્રિકાઅે ફાફ ડુપ્લેસીસના અર્ધ શતકીય યોગદાનથી માત્ર ૪૩.૪ ઓવરમાં રરપ રન કરી ઓલઆઉટ થઇ ગયા હતા.

આ અગાઉ ટોસ જીતી બેટિંગમાં ઉતરેલ ટીમ ઈન્ડિયાને કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ મુસીબતમાંથી ઉગારતા ચોગ્ગા-છગ્ગા ફટકારી સર્વાધિક ૯૮ રન સાથે ટીકાકારોને કડક જવાબ આપતા ભારતને નવ વિકેટે ૨૪૭ રને પહોંચાડ્યું હતું.

પહેલી વન-ડેમાં શતક ફટકારનાર રોહિત શર્મા માત્ર ત્રણ રન બનાવી રાબાડાના બોલે બોલ્ડ થયો હતો. શિખર ધવન સાથે જોડાયેલ અજિંક્ય કહાણેએ બારમી ઓવરમાં અર્ધશતક પૂરું કરાવ્યું. શિખર ધવન ચાર ચોગ્ગાની મદદથી માત્ર ૨૩ રન બનાવી ઈમરાન તાહિરનો શિકાર બન્યો. રહાણેએ ૬૩ બોલમાં ૬ ચોગ્ગાની મદદથી ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે આ ત્રીજુ અર્ધશતક છે. ઉલ્લેખનીય છે કે આ સીરિજમાં રહાણેની ટીમમાં સામેલ કરવાને લઈ ઘણી ચર્ચા થઈ હતી.

૧૭મી ઓવરના પાંચમા બોલે વિરાટ કોહલી ૧૮ રન બનાવી આશ્ચર્યજનક રીતે રન આઉટ થયો હતો. એક તરફ ધોની ‘કેપ્ટન ફૂલ’ના શબ્દોને સાર્થક કરતો હતો ત્યારે સુરેશ રૈના મોર્કલની બોલિંગમાં ડીકોકને કેચ આપી બેઠો હતો. છઠ્ઠી વિકેટના રૂપમાં પટેલ ૧૩ રન બનાવી ડેલ સ્ટેનના બોલે એલબીડબલ્યુ થયો. ૧૪ રન બનાવી ભુવનેશ્વર ઈમરાનનો બીજો શિકાર બન્યો.

એક સમયે ૧૬૫ રને સાત વિકેટ ગુમાવ્યા પછી હરભજનસિંહે કપ્તાન ધોનીનો સાથ નિભાવતા પોતાની ઈનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૮ રન જોડ્યા હતા. ઉમેશ યાદવ ચાર બનાવી સ્ટેનની બોલિંગમાં વિકેટ પાછળ ઝડપ્યો. ધોનીએ જવાબદારી નિભાવકા અણનમ ૯૮ રન બનાવ્યા હતા. તેની સાથે મોહિત શર્મા પણ શૂન્ય પર નોટ આઉટ રહ્યો હતો. આમ ટીમ ઈન્ડિયાએ નવ વિકેટ ૨૪૭ રન બનાવ્યા હતા.

અમિત મિશ્રા અને સ્ટુઅર્ટ બિન્નીને બહાર કરી ભારતે મોહિત શર્મા અને અક્ષર પટેલને તક આપી હતી. જ્યારે ઈજાગ્રસ્ત અશ્વિનની જગ્યાએ હરભજનનો પહેલેથી સમાવેશ કરેલ હતો.

 [:]

You might also like