ભારત-આફ્રિકા બીજી ટેસ્ટ: આફ્રિકાને એક ઓવર બે ઝટકા, અશ્વિને ઝડપી વિકેટ

અશ્વિને પોતાની પહેલી જ ઓવરમાં દક્ષિણ આફ્રિકાને બે ઝટકા આપ્યા છે. તેણે સૌ પ્રથમ ઓપનર સ્ટીઆનને આઉટ કર્યો. ત્યારબાદ તે જ ઓવરમાં ડુ પ્લેસીસને શોર્ટ લેગ પર ચેતેશ્વર પુજારાના હાથે કેચ આઉટ કર્યો.

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ બેંગલુરૂના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આજથી શરૂ થઇ. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતે અંતિમ ઇલેવનમાં ઇશાંત શર્મા અને સ્ટૂઅર્ટ બિન્નીનો સમાવેશ કર્યો છે. દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સ પોતાની કારિકિર્દીની 100મી ટેસ્ટ રમશે. ભારત ચાર ટેસ્ટની શ્રેણીમાં 1-0થી આગળ છે. બેંગલુરૂ ખાતેની ટેસ્ટમાં પ્રથમ ત્રણ દિવસમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ત્રણ વર્ષ બાદ આ સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ રમાઇ રહી છે.

You might also like