ભારત-પાકિસ્તાન ક્રિકેટમાં કોહલી-આમિર યુગનો પ્રારંભ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આટલી બધી ખાસ કેમ હોય છે તે ફરીવાર એશિયા કપ ટી20ની રોમાંચક રહેલી મેચમાં જોવા મળ્યું. જ્યારે બંને ટીમો વચ્ચે ટક્કર પોતાની ચરમ સીમાએ જોવા મળી હતી. જે લોકોએ આ મેચ જોઇ હશે તેઓએ આ મેચની રોમાંચકતા માણી હશે. જ્યારે ટીમ ઇન્ડિયા બોલિંગ કરી રહી હતી ત્યારે પાકિસ્તાન ટીમની ઝડપથી વિકેટ પડી રહી હતી અને પાકિસ્તાન 83 રન પર ઓલઆઉટ થઇ ગયું હતું. ત્યારે ભારતીય ટીમના ચાહકોને એવું જરૂર લાગ્યુ હશે કે મેચ એક તરફી થઇ જશે. પરંતુ પાકિસ્તાનના બોલર મોહમ્મદ આમિરે પહેલી જ ઓવરમાં રોહિત અને રહાણેની વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઓવરમાં રૈનાના આઉટ કરતા મેચ પાકિસ્તાન તરફ લાગી રહી હતી. પરંતુ આ મેચ આવનાર સમયમાં કોહલી-આમિર યુગના પ્રારંભ તરીકે યાદ કરવામાં આવશે.

આમિર પર કોહલી ભારી પડ્યો
આ મેચ દ્વારા ભારત-પાક વચ્ચે એક નવા યુગનો પ્રારંભ જોવા મળ્યો હતો. આમિરે પહેલી ત્રણ વિકેટ ઝડપતાં એવું લાગી રહ્યું હતું કે જો મેચ 50 ઓવરની હોત તો પૂરી ટીમને આઉટ કરી દેત. પરંતુ જે રીતે કોહલીએ આમિરની બોલિંગનો સામનો કર્યો તે કોઇ વર્લ્ડકલાસ બેટ્સમેન જ કરી શકે. પ્રથમ ત્રણ ઓવરમાં 8 રન પર ત્રણ વિકેટ ગુમાવનાર ટીમ ઇન્ડિયા સામે 83 રન બહુ મોટો લક્ષ્ય લાગી રહ્યો હતો. પરંતુ એવા સમયે ટીમ ઇન્ડિયા ઉપસુકાની એવા વિરાટે ભારતીય ટીમની કમાન સંભાળી લીધી હતી. તો બીજી બાજુ ટીમના પૂર્વ કપ્તાન અને બીજા વર્લ્ડકપ જીતનાર ટીમ ઇન્ડિયાના સૌથી અનુભવી ખેલાડી યુવીએ કોહલીને સુંદર સાથ આપ્યો હતો. તે બંને ખેલાડીએ જે રમત દાખવી તેની જેટલી પ્રશંસા કરો તેટલી ઓછી છે.

યુવા ખેલાડી વિરાટ કોહલીએ આમિરની બોલિંગની પ્રશંસા કરી હતી. જો આવનાર સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કોઇ શ્રેણી રમાય તો કોહલી-આમિર વચ્ચેનો મુકાબલો અત્યંત રોચક રહેશે. એક સમયે વકાર-જાડેજા, સચિન-અકરમ, કપિલ-મિયાદાંદ, ઇમરાન-ગાવસ્કર અને વેંકટેશ-સોહેલ વચ્ચેનો મુકાબલો જેવો રોમાંચક રહેશે.

You might also like