કોહલીએ કર્યું કોલકાતા ‘સર’ : સમગ્ર ભારતમાં યુદ્ધવિજય જેવો માહોલ

કોલકાતા :ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી હાઇવોલ્ટેજ મેચમાં ભારતે ટોસ જીતીને પહેબા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 18 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 118 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 119 રનનું લક્ષ્ય મળ્યું હતું. વરસાદનાં કારણે મેચ મોડી ચાલુ થઇ હોવાથી મેચને 20 ઓવરનાં બદલે ટુંકાવીને 18 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતીય ટીમ 119 રનનાં લક્ષ્યાંકને મેળવવા માટે ઉતરી હતી. જો કે ભારતીય ટીમે 4 વિકેટનાં નુકસાને 15 ઓવરમાં જ 119 રન બનાવ્યા હતા. કોલકાતામાં ક્યારે પણ પાકિસ્તાન સામે મેચ નહી જીત્યાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. કોહલીની આક્રમક બેટિંગ લાંબા સમય બાદ જોવા મળી હતી. કોહલીનું અર્ધશતક મહત્વનું સાબિત થયું હતું. કોહલીને 37 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યો હતો.

જવાબમાં ઉતરેલી ભારતીય ટીમની પહેલી વિકેટ રોહિત શર્માનાં સ્વરૂપમાં લાગી હતી. આમીરે ફેંકેલી ત્રીજી ઓવરનાં પહેલા જ બોલમાં રોહિત શોએબ મલિકને કેચ આપી બેઠો હતો. શોએબનાં અદ્ભત કેચનાં પગલે રોહીત 10 રનમાં જ પેવેલિયન ભેગો થિ ગયો હતો. પાંચમી ઓવરમાં મોહમ્મદ સામીએ સળંગ બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. પહેલી વિકેટ શિખર ધવનને 6 રન પર આઉટ કર્યો હતો. જ્યારે સુરેશ રૈનાને મેદાનમાં આવતાની સાથે પેવેલિયન ભેગો કર્યો હતો. જેનાં પગલે એક તબક્કે ભારત દબાણમાં આવી ગયું હતું.

એક છેડો કોહલી મજબુત રીતે પકડીને ઉભો હતો પરંતુ બીજા છેડે એક પછી એક વિકેટો પડી રહી હતી. જો કે તેવા તબક્કે યુવરાજ સિંહે આવીને દાવને સંભાળ્યો હતો. યુવરાજ સિંહે કોહલીની સામે મજબુત સાથીદાર તરીકે હજી શરૂઆત કરી જ હતી ત્યાં યુવરાજની વિકેટ પણ પડી ગઇ હતી. યુવરાજ વાહબ રિયાઝનો શિકાર બન્યો હતો. જો કે યુવરાજે 23 બોલમાં આક્રમક 24 રન બનાવ્યા હતા. સાથે સાથે જ્યારે ભારતીય ટીમ એક તબક્કે નબળી પડી ગઇ હતી. ત્યારે ખુબ જ મહત્વની રમત રમી હતી.

ધોનીએ આવીને ખુબ જ સંભાળ પુર્વક અને પોતાની કેપ્ટનસીપ ઇનિંગ રમી હતી. ધોનીએ એક એક રન લઇને સતત વિરાટ કોહલીને સ્ટ્રાઇક આપી હતી. વિરાટ કોહલી જામી ગયેલો ખેલાડી હોઇ તેણે પણ પોતાને મળી રહેલી તકનો ભરપુર ઉપયોગ કર્યો હતો. કોહલીએ છેલ્લી ઘડી સુધી અણનમ રહીને ભારત માટે રહેલી તમામ માન્યતાઓ તો તોડી જ નાખી હતી પરંતુ સાથે સાથે ફેન્સનાં હૃદ્યમાં પોતાનું હાલક ડોલક થયેલું સિંહાસન ફરીથી મજબુત કરી લીધું હતું.

પાકિસ્તાનની પહેલી વિકેટ શરજીલ ખાનની પડી હતી. શરઝીલ ખાન રૈનાનાં બોલમાં ચોગ્ગો ફટકારવા જતા માત્ર 17 રન પર પંડ્યાનાં હાથે શાનદાર કેચ આઉટ થયો હતો. બીજી વિકેટ શહેઝાદની પડી હતી. શહેઝાદ 25 રન પર બુમરાહનાં બોલમાં જાડેજાનાં હાથે કેચ આઉટ થયો હતો. ગત્ત મેચમાં બાંગ્લાદેશની સામે ફટકાબાજી કરનાર પાકિસ્તાની કેપ્ટન આફ્રીદી આ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. તેને હાર્દિક પંડ્યાએ માત્ર 8 રનમાં જ પેવેલિયન ભેગો કર્યો હતો. સિક્સની લહાયમાં આફ્રીદી કોહલીને કેચ આપી બેઠો હતો.

ખતરનાક અંદાજમાં બેટિંગ કરી રહેલા ઉમર અકમલને પણ જાડેજાએ 21 રનમાં ધોનીના હાથે કેચ આઉટ કરાવી પેવેલિયનભેગો કર્યો હતો. શોએબ મલિક પણ સારી બેટિંગ કરી રહ્યો હતો. જો કે તેનાં પર નહેરાએ લગામ લગાવી હતી. નહેરાએ મલિકને 26 રન પર કેચ આઉટ કરાવ્યો હતો. જેનાં પગલે નિર્ધારિત 18 ઓવરમાં પાકિસ્તાની ટીમ 118 રન બનાવી શકી હતી.

ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 7.30થી હાઇવોલ્ટેજ મેચ ચાલુ થનાર છે. પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન પણ શાહિદ આફ્રિદીની મદદ કરવા માટે કોલકાતા આવી પહોંચ્યા છે. વસીમ અકરમ પણ પાકિસ્તાની ખેલાડીઓનાં આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે મદદ કરશે. બીજી તરફ કોલકાતામાં જો કે હાલ વરસાદ ચાલી રહ્યો છે. જેનાં કારણે બે દેશનાં ચાહકોનાં જીવ અદ્ધર થઇ ગયા છે.

પાકિસ્તાની ટીમનો કેપ્ટન શાહિદ આફ્રિદી સામે ચાલીને ભારતીય ટીમ જ્યાં પ્રેક્ટિસ કરી રહી હતી ત્યાં આવ્યો હતો. પોતાનાં તરફ આવતો જોઇ વિરાટ કોહલી પણ સામે ચાલીને આફ્રિદી પાસે ગયો હતો. કોહલીએ તેની સાથે હાથ પણ મિલાવ્યો હતો. શોએબ મલિક સુરેશ રૈનાને પણ ગળે મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ દરમિયાન વિરાટ કોહલીએ મોહમ્મદ આમિરને ભેટમાં બેટ આપવાનું વચન આપ્યું હતું જે તેણે પુર્ણ કર્યું હતું.

વિરાટ કોહલીએ એશિયા કપ દરમિયાન પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરની પ્રશંસા કરતા કહ્યું હતું કે વિશ્વસ્તરનો ખેલાડી છે.તેની બોલીંગ ખુબ જ સારી હતી. વિરાટ કોહલીએ કહ્યું કે આમિર સામે રમવાની ખુબ જ મજા આવી. હું તેને શુભેચ્છા પાઠવવા માંગુ છું બંન્ને દેશો વચ્ચે આ મેદાન પર રમાયેલી તમામ 4 વન ડે મેચ પાકિસ્તાને જીતી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1987,1989,2004 અને 2013માં ભારતને હરાવ્યું હતું.

જ્યારે ભારતીય ટીમે કુલ બે ટી-20 મેચ ઇડન ગાર્ડનમાં રમી છે. જે પૈકી એકમાં તેની હાર થઇ હતી. સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ છે. તે પોતે પ્રેક્ટિસ સેશન દરમિયાન હાજર રહ્યો હતો. ગાંગુલીએ આ પ્રેક્ટિસ સેશન દરમિયાન ખેલાડીઓને ટીપ્સ પણ આપી હતી. સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીને કેટલીક જરૂરી વસ્તુઓ પણ સમજાવી હતી.

You might also like