એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

728_90

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43 ઓવરમાં 162 રન માર્યા હતાં. ત્યારે ભારતને જીતવા માટે 163 રનનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો. જ્યારે ભારતીય ટીમે 29 ઓવરમાં માત્ર 2 જ વિકેટ સાથે 164 રન બનાવીને પાકિસ્તાન સામે અનોખી જીત હાંસલ કરી છે. મેચમાં ભારતે 8 વિકેટ સાથે પાકિસ્તાન સામે જીત હાંસલ કરી છે.

એશિયા કપમાં ભારતે 7મી વાર પાકિસ્તાનને હરાવ્યું છે. ભારતે 8 વિકેટથી મેચમાં જીત હાંસલ કરી છે. રોહિત શર્માએ 52, શિખર ધવને 46 રન, રાયડુએ 30 અને કાર્તિકે 30 રન ફટકાર્યા છે. કેદાર જાદવ અને ભુવનેશ્વર કુમારે 3-3 વિકેટો ઝડપી હતી. જ્યારે બુમરાહે 2 વિકેટો ઝડપી હતી અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી. ભારતે ચેમ્પિયન ટ્રોફીમાં હારનો બદલો લઇ લીધો છે. ભારતની બેટિંગ લાઇનઅપ સામે પાક. બોલરો નિષ્ફળ રહ્યાં. જો કે સમગ્ર દેશમાં લોકોએ જીતની ખુશીને લઇ ભારે જશ્ન પણ મનાવ્યો.

You might also like
728_90