કડવા ચોથના કારણે IND-NZ વચ્ચેની મેચ પાછી ઠેલાઇ

મુંબઇ : ભારતમાં કડવાચૌથના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી વન ડે મેચની તારીખમાં ફેરફાર કર્યો છે. કોઇ ટીમ સાથે મેચ હોય અને છેલ્લી ઘડીએ ફેરફારની આ બીજી ઘટનાં છે. જ્યારે ન્યુઝીલેન્ડ સાથે સીરીઝ મેચના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. BCCI એ કડવા ચૌથના કારણે બન્ને દેશો વચ્ચે રમાનારી મેચોની ત્રીજી મેચની તારીખમાં ફેરફાર કર્યો છે. પહેલાથી કાર્યક્રમ નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર ત્રીજી મેચ ફિરોઝ શાહ કોટલામાં 19 ઓક્ટોમ્બર થવાની હતી. પણ તે મેચ એક દિવસ પછી એટલે 20 ઓક્ટોમ્બર રમવામાં આવશે.

BCCI અને DDCAના વાઈસ પ્રેસિડેન્ટ સી.કે.ખન્નાએ કહ્યું કે, અમે BCCIને બન્ને દેશો વચ્ચે રમાનારી મેચ એક દિવસ પાછળ લઇ જવા માટે કરેલ દરખાસ્ત સ્વીકારી તે બદલ આભારી છીએ. વધુમાં જણાવ્યું કે મારી ઓફિસમાં આ મામાલા સંબંધિત પત્ર પણ મળી ગયો છે.

આ પહેલા DDCA એ BCCI ના સચિવ અજય શિર્કેને પત્ર લખીને વનડે મેચની તારીખ પાછી ઠેલવા અરજી કરી હતી. DDCAએ પત્રમાં જણાવ્યુ કે કડવાચૌથ તહેવારના કારણે મેચના આયોજનમાં થનારી અડચણોનો ઉલ્લેખ પત્રમાં કર્યો હતો. હિન્દુઓના તહેવારને કારણે મેચ જોવા આવનારની સંખ્યામાં પણ ઘટાડો થઇ શકે છે અને ઓછી ટિકીટો વહેચાવાના કારણે કમાણીમાં પણ ઘટાડો થશે

You might also like