500મી ટેસ્ટમાં ઐતિહાસિક વિજય સાથે ભારત બન્યું નં-1

કાનપુર : ભારતીય ક્રિકેટ ટીમનાં બેટ્સમેન અને બોલર્સના ઓલરાઉન્ડર પ્રદર્શનનાં પગલે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધની પ્રથમ ટેસ્ટના છેલ્લા દિવસે ભારતે 197 રનથી જીત મેળવી લીધી હતી. પોતાની ઐતિહાસિક 500મી ટેસ્ટને યાદગાર બનાવી દીધી હતી. આ સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ રેન્કિંગમાં પણ નંબર-1 પર પહોંચી ગઇ છે.

કાનપુરના ગ્રીન પાર્કમાં રમાયેલી આ મેચમાં ભારતે પોતાનુ અંતર પાંચ વિકેટ 377 રન બનાવીને જાહેરાત કરી ન્યૂઝીલેન્ડ સામે જીત માટે 434 રનનો મુશ્કેલ લક્ષ્યાંક મુક્યો હતો. જે ચેઝ કરવામાં મહેમાન ટીમ અસમર્થ રહી હતી. મેચના છેલ્લા દિવસે લંચના થોડા સમય બાદ જ તેનો બીજો દાવ 87.3 ઓવરમાં 236 રન પર પુરો થઇ ગયો હતો. આ જીત સાથે જ ભારતીય ટીમ ત્રણ ટેસ્ટની સીરીઝમાં 1-0થી આગળ વધી ગઇ છે.

ટેસ્ટમાં 200 વિકેટનો આંકડો પાર કરનાર અનુભવી સ્પિનર રવિચંદ્ર અશ્વિને કીવી ટીમનો બીજો દાવ પતાવવામાં મહત્વની ભુમિકા બજાવી હતી. 35.3 ઓવરમાં 1321 રન આપીને સૌથી વધારે 6 વિકેટ ઝડપી હતી. અશ્વિને બંન્ને દાવમાં સંયુક્ત રીતે 10 વિકેટ ઝઢપી હતી.

ગ્રીન પાર્ક ખાતે રમાઇ રહેલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે 377 રન પર ઇનિંગ્સ ડિકેલર કરી દીધી છે. તે સાથે ભારતના લીડ સહિત 433 રન થઇ ગયા છે. આમ, ન્યુઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ જીતવા માટે 434 રનનું લક્ષ્ય મળ્યું છે. ભારતે દાવ ડિકલેર કર્યો ત્યારે રોહિત શર્મા 68 અને રવિન્દ્ર જાડેજા 50 રને અણનમ રહ્યો હતો. હાલમા મળી રહેલી સમાચાર મુજબ ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગ્સમાં માત્ર 15 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ચોથા દિવસની રમત શરૂ થયા બાદ ભારતે પોતાની બીજી વિકેટ મુરલી વિજયની ગુમાવી હતી. મુરલી વિજય 76 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તેની વિકેટ સેન્ટનરે ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સમાં પણ વિજયે 65 રનનું યોગદાન આપ્યું હતું. હાલમાં ચેતેશ્વર પુજારા અને સુકાની વિરાટ કોહલી મેદાન પર છે. ભારતે 247 રનની લીડ મેળવી લીધી છે.

ભારતીય બેટસમેનો એ પ્રથમ દિવસે સ્પિનર સામે કરેલી ભૂલનું પુનરાવર્તન કર્યું નહોતું. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં પોતાની પક્કડ મજબુત બનાવી છે. ત્રીજા દિવસના રમતના અંતે ભારતે 1 વિકેટે 159 રન બનાવ્યા હતા. જેમાં મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાએ પોતાની અડધી સદી પુરી કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 262 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી.

You might also like