આજે ત્રીજી વન ડેઃ મોહાલીમાં ભારતનો રેકોર્ડ બહુ સારો નથી

મોહાલીઃ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીની ત્રીજી વન ડે રમવા આજે અહીંના પીસીએ સ્ટેડિયમમાં ઊતરશે. પાંચ વન ડે મેચની શ્રેણી હાલ ૧-૧ની બરોબરી પર છે, તેથી આજની મેચનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ બહુ સારો નથી અને કિવી ટીમે નવી દિલ્હી ખાતેની બીજી વન ડે મેચ જીતી લેતા ભારતીય ટીમ પર થોડું દબાણ જરૂર આવી ગયું છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સને સદી ફટકારી હતી, આથી મહેમાન ઊંચા મનોબળ સાથે મેદાનમાં ઊતરશે. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોનીના ધુરંધર આ મેચ જીતી લઈને શ્રેણીમાં સરસાઈ હાંસલ કરવા ઇચ્છે છે. ટીમ ઇન્ડિયા આ મેદાન પર ૧૩ આંતરરાષ્ટ્રીય વન ડે રમ્યું છે, જેમાંથી આઠમાં જીત મળી છે, જ્યારે પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહીં ભારત પોતાની અંતિમ મેચ ૧૯ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ રમ્યું હતું, જેમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

You might also like