ઇન્દોરમાં કિવી ટીમની ફીરકીની પરીક્ષા થશે

ઇન્દોરઃ ન્યૂઝીલેન્ડ ટીમ માટે આ સમાચાર કદાચ હતાશ કરી દેનારા હશે. કોલકાતા ટેસ્ટ મેચમાં મળેલા ૧૭૮ રનના પરાજય સાથે જ િકવી ટીમ શ્રેણી હારી ચૂકી છે. શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ ઇન્દોરમાં તા. ૮ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મેદાનની પીચ પણ કાનપુરની જેમ સ્પિન બોલર્સને મદદરૂપ બની શકે છે. આ સ્થિતિમાં કિવી ટીમને શ્રેણીમાં ક્લીન સ્વિપથી બચવા સખત મહેનત કરવી પડશે. સૂત્રોનું કહેવું છે કે આ પીચમાં કોલકાતાની જેમ અસમાન ઉછાળ રહેશે. આની સાથે આ પીચ પર ઘાસ પણ ઓછું હશે અને વિકેટ બીજા કે ત્રીજા દિવસથી જ ટર્ન લેવાનું શરૂ કરશે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ કોલાકાતામાં પણ એક ટર્નિંગ વિકેટ ઇચ્છતું હતું, પરંતુ સૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળા બંગાળ ક્રિકેટ એસોસિયેશને નવી બનાવેલી પીચ પર એવું જોખમ ઉઠાવવા માગતો નહોતો અને પીચે પણ ફાસ્ટ બોલર્સને સારી એવી મદદ કરી હતી. ભારતે જોકે કોલકાતા ટેસ્ટને ચોથા જ દિવસે પોતાના નામે કરી લીધી હતી.

જ્યારે ઘરેલુ સિઝન ના હોય ત્યારે પીચ પર ઘાસની કાયાકલ્પ કરવામાં આવે છે. ગ્રાઉન્ડ સ્ટાફે ઉપરથી ઘાસ કાપી નાખ્યું છે અને પાછલા ૧૦-૧૨ દિવસમાં પીચ પર ૨૦-૨૫ કલાક રોલિંગ કરવામાં આવ્યું છે. જે પીચ પર ટેસ્ટ મેચ રમાવાની છે તેના પર તાજેતરમાં જ બે દિવસની એક મેચ રમાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફ્રેશ વિકેટ નથી અને આ વિકેટ સ્પિનર્સને ભરપૂર મદદ કરશે. આ સ્પિન વિકેટ જ ન્યૂઝીલેન્ડના ફીરકી બોલરની આકરી
કસોટી કરશે.

You might also like