મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો 9 રને પરાજય

આઇસીસી મહિલા વર્લ્ડકપની  ફાઇનલમાં ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ સામે 9 રને ભલે પરાજય થયો પરંતુ ટીમ ઇન્ડીયાએ દેશમાં દરેકના દિલમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે અંતિમ સાત ઓવરમાં જો થોડી ધીરજ રાખી બેટિંગ કરવામાં આવી હોત તો ભારતીય મહિલા ટીમ અચૂક વર્લ્ડકપ જીતી ગઇ હોત. ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી પરંતુ અંતિમ ઓવરમાં લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ પોતાનું સાતત્ય ગુમાવતા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આ બીજી વખત બન્યું છે કે ભારતીય મહિલા ટીમને ફાઇનલમાં બીજી વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ અગાઉ પણ 2005માં વર્લ્ડકપની ફાઇનલમાં પરાજય થયો હતો. 2017ની ફાઇનલમાં 86 રનના અંગત સ્કોર પર પૂનમ રાઉતની વિકેટ ભારતીય ટીમ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. તેના આઉટ થયા બાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ આપેલા 229 રનના લક્ષ્યની સામે 219 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આમ ઇંગ્લેન્ડની મહિલા ટીમે ચોથી વખત વર્લ્ડકપ જીત્યો. ભારતે તેની અંતિમ સાત વિકેટ 28 રન પર ગુમાવી હતી.
http://sambhaavnews.com/

You might also like