ફેન્સની દેશભક્તિ જોઈ ભાવુક થયો કેપ્ટન વિરાટ કોહલી, video કર્યો શેર

ત્રીજો અને અંતિમ વન ડે મેચ ઈંગ્લેન્ડ સાથે રમે તે પહેલાં, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેમની ફેન્સના નામે એક ભાવુક સંદેશ લખતા તેમનો આભાર માન્યો છે. વિરાટે એક વિડિઓ શેર કર્યો છે જેમાં મેચ પહેલા રાષ્ટ્રગીત ચાલી રહ્યો છે. તે સમયે સ્ટેડિયમમાં હાજર લોકો રાષ્ટ્રગીતને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ગાતા જોઈ શકાય છે. ચાહકોની આ દેશભક્તિ જોઈ વિરાટ તેના ફેન્સનો ફેન બની ગયો છે.

વિડીયોને શેર કરીને વિરાટે લખ્યું, “આ વિડિઓ જોઈને મારું દિલ ખુબ ખુશ થઈ ગયું છે. સતત અને બિનશરતી સહાયથી અમને સહાય કરવા માટે તમારો ખુબ ખુબ આભાર. તમારો પ્રેમ અમને સખત કામ કરવા માટે પ્રેરણા આપે છે. ‘

 

તમને જણાવા દઈએ કે મંગળવારે ત્રણ વન ડે શ્રેણીની છેલ્લી મેચ છે. ભારતે પ્રથમ મેચ આઠ વિકેટે જીત મેળવી હતી, ત્યારબાદ ઈંગ્લેન્ડે આ શ્રેણીની બીદી મેચમાં બરાબરી કરી હતી અને લોર્ડ્સમાં 86 રનથી બીજી વન-ડે જીતી હતી. જો ભારત મંગળવારે ત્રીજા વન-ડે જીતશે, તો તેને 10મી દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતીને અદભૂત સિદ્ધિ મળશે.

સંભવિત ટીમો
ઇંગ્લેન્ડ: જેસન રોય, જોની બેઅરસ્ટો, જો રોટ, ઈયોન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, બેન સ્ટોક્સ, મોઈન અલી, ડેવિડ વિલી, આદિલ રાશીદ, લિયેમ પ્લંક્કેટ, માર્ક વુડ

ભારત: શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, સુરેશ રૈના, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચાહલ, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ

You might also like