મુંબઇ : ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગનો કર્યો નિર્ણય

મુંબઈ: પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી અપરાજિત સરસાઈ ધરાવતા ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજથી અહીંના વાનખેડે સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટ (સવારે ૯.૩૦થી લાઇવ) શરૂ થશે. ૪૨ વર્ષ જૂનું વાનખેડે સ્ટેડિયમ અંગ્રેજો માટે ખૂબ શુકનવંતુ છે. અહીં તેઓ છેલ્લે રમાયેલી સતત બે ટેસ્ટ જીત્યા છે. એ મેચ ૨૦૦૬માં અને ૨૦૧૨માં રમાઈ હતી. જોકે, એ અગાઉની ત્રણેય ટેસ્ટમાં ભારતનો જયજયકાર થયો હતો. એકંદરે, વાનખેડેમાં બન્ને દેશ વચ્ચે રમાયેલી સાતમાંથી ત્રણ ટેસ્ટ ભારત અને ત્રણ ટેસ્ટ ઇંગ્લૅન્ડ જીત્યું છે, જ્યારે બાકીની એક ટેસ્ટ ડ્રૉ થઈ છે.

વાનખેડે સ્ટેડિયમ ખાતે ૨૪મી ટેસ્ટ રમાશે
આજથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતેની કુલ ૨૪મી ટેસ્ટ હશે અને આયોજક રાષ્ટ્રની તરફેણમાં વિજય-પરાજયના આંકડા ૧૦-૭ છે. સાત ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. ઈંગ્લેન્ડે ઉપરા ઉપરી ત્રણ મેચના પરાજય પછી ૨૦૦૬ અને ૨૦૧૨માં અહીં રમેલી છેલ્લી બંને ટેસ્ટ જીતી હતી. તે પરાજયો પહેલાં ઈંગ્લેન્ડનો એકમાત્ર વિજય ૧૯૮૦માં રમાયેલ બી.સી.સી.આઈ. (બૉર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ની સુવર્ણ જયંતી ટેસ્ટમાં થયો હતો. બન્ને રાષ્ટ્ર વચ્ચે ૧૯૭૬માં અહીં રમાયેલ પ્રથમ ટેસ્ટ ડ્રો ગઈ હતી. વાનખેડે સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચનું આયોજન ત્રણ વર્ષ બાદ ફરી થનાર છે તથા અહીં રમાયેલ છેલ્લી ટેસ્ટ નવેમ્બર ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે મહાન ક્રિકેટર સચીન તેન્ડુલકરની ૨૦૦મી વિદાય ટેસ્ટ બની હતી.

પાંચ મેચની વર્તમાન શ્રેણીમાં ઈંગ્લેન્ડ રાજકોટમાં ડ્રો ગયેલી પહેલી મેચ પછી વિશાખાપટ્ટનમ અને મોહાલી ખાતે થયેલા પરાજયના કારણે ૦-૨થી પાછળ છે અને ચેન્નઈમાં પાંચમી ટેસ્ટ જીતી શ્રેણી સમાન કરવા માટે પ્રવાસી ટીમે અહીંની મેચ જીતવાની રહે છે. ચેન્નઈમાં છેલ્લી ટેસ્ટ મેચ ૧૬-૨૦ ડિસેમ્બરે રમાનાર છે.

વાનખેડેમાં ઇંગ્લેન્ડના યાદગાર વિજયો
• ગોલ્ડન જ્યુબિલી ટેસ્ટ, વર્ષ ૧૯૮૦, ઇંગ્લૅન્ડની ૧૦ વિકેટે જીત (બૉથમે કુલ ૧૩ વિકેટ ઝડપીને ભારતને પરાજય તરફ ધકેલ્યું)
• વર્લ્ડ કપ સેમિફાઇનલ, વર્ષ ૧૯૮૭, ઇંગ્લૅન્ડની ૩૫ રનથી જીત (ગૂચ-ગૅટિંગની ૧૧૭ રનની ભાગીદારી પછી એડી હેમિંગ્સની ૨૧ રનમાં ૪ વિકેટથી ભારતનો પરાજય)
• સિરીઝની છઠ્ઠી વન-ડે, વર્ષ ૨૦૦૨, ઇંગ્લૅન્ડની પાંચ રનથી જીત (ભારત ૨૫૬ના લક્ષ્યાંક સામે ૧૯૧/૪ના સ્કોર પરથી સેકન્ડ લાસ્ટ બૉલે ૨૫૦મા રને ઑલઆઉટ થતાં હાર્યું. ફ્લિન્ટૉફે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી અને જીત્યા પછી શર્ટ કાઢી, ફરકાવીને ભારતીયોને ઉશ્કેર્યા હતા)
• સિરીઝની ત્રીજી ટેસ્ટ, વર્ષ ૨૦૦૬, ઇંગ્લૅન્ડની ૨૧૨ રનથી જીત (ભારતને જીતવા ૩૧૩નો લક્ષ્યાંક મળ્યા પછી દ્રવિડની ટીમ બૅટિંગમાં સાવ ફ્લૉપ ગઈ હતી. ઑફ સ્પિનર શૉન ઉડાલે ચાર, ફ્લિન્ટૉફે ત્રણ તથા ઍન્ડરસને બે વિકેટ લઈને ભારતને હરાવવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.)
• સિરીઝની બીજી ટેસ્ટ, વર્ષ ૨૦૧૨, ઇંગ્લૅન્ડની ૧૦ વિકેટે જીત (બીજા દાવમાં મોન્ટી પાનેસરની છ અને સ્વૉનની ચાર વિકેટને લીધે ભારત ૧૪૨ રને ઑલઆઉટ થઈ જતાં બ્રિટિશ ટીમને માત્ર ૫૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને તેમણે વિના વિકેટે ૫૮ રન બનાવીને ભારતને હરાવ્યું હતું)
http://sambhaavnews.com/

You might also like