રાજકોટ ટેસ્ટઃ ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં 537 રન સામે ભારત 63/0

રાજકોટઃ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડની પુરી ટીમ 537 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે ત્રણ વિકેટ ઝડપી છે, જ્યારે શમી, યાદવ અને અશ્વિનને 2-2 વિકેટ મળી છે. ઇંગ્લેન્ડ તરફથી ત્રણ બેટસમેનોએ સદી ફટકારી છે. ઇંગ્લેન્ડ તરફથી રૂટ, મોઇન અલી બાદ સ્ટોકસે પણ સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ તરફથી ત્રણ બેટસમેનોએ બનાવેલ સદીના કારણે ભારત સામે મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગઈ કાલથી પ્રથમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા ચાર વિકેટે ૩૧૧ રન બનાવી લીધા હતા અને હવે આજે મેચના બીજા દિવસે તેઓ આ સ્કોરને વિશાળ કરવાનો પ્રયાસ કરશે.

ગઈ કાલે ભારતીય બોલર્સ, ખાસ કરીને અશ્વિન અને જાડેજાએ વિરોધી ટીમની કેટલીક વિકેટ જરૂર ઝડપી લીધી હતી, પરંતુ બાકીના બોલર્સ હજુ સુધી પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યા છે. હવે આજે મેચના દિવસે ભારતે કોઈ પણ ભોગે પોતાની ફિલ્ડિંગમાં સુધારો કરવો પડશે, કારણ કે ગઈ કાલે જે રીતે ખેલાડીઓએ કેચ છોડ્યા એ ટીમ ઇન્ડિયાને ઘણા મોંઘા પડ્યા છે. ખરાબ ફિલ્ડિંગને કારણે જ જો રૂટ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.

ગઈ કાલે ૯૯ રને અણનમ રહેનાર મોઇન અલીએ આજે પોતાની સદી પૂરી કરી હતી, પરંતુ તેને મહંમદ શમીએ બોલ્ડ આઉટ કર્યો હતો. મોઇને ૨૧૩ બોલનો સામનો કરીને ૧૩ ચોગ્ગા સાથે ૧૧૭ રન બનાવ્યા હતા.

અમારે મોટો સ્કોર બનાવવો પડશેઃ રૂટ
પ્રથમ દાવના ઈંગ્લેન્ડના સદીવીર જો રૂટે ગઈ કાલે રમત પૂરી થયા બાદ કહ્યું હતું કે, ”શ્રેણીમાં અમારી શરૂઆત સારી રહી છે. મને વિકેટ પર કેટલીક તિરાડો દેખાઈ રહી હતી અને થોડો અસામાન્ય ઉછાળ પણ બોલર્સને મળ્યો, પરંતુ અમે સારો સ્કોર નોંધાવવામાં સફળ રહ્યા. બીજા દિવસે મોઇન અલી અને બેન સ્ટોક્સે મોટી ભાગીદારી નોંધાવવી પડશે. જો અમે ૫૦૦ રન બનાવવામાં સફળ રહીશું એ શાનદાર સ્થિતિ હશે. મેં અને મોઇને સારી બેટિંગ કરી, જેનાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. અમને આશા છે કે ટીમના બાકીના ખેલાડીઓ દ્વારા પણ મજબૂતી મળશે. હું સ્પિનર્સ સામે આસાનીથી રમી રહ્યો હતો.”

ઉમેશના કેચ પર શા માટે વિવાદ થયો?
ગઈ કાલે પ્રથમ દિવસે ઈંગ્લેન્ડની ઇનિંગ્સની ૮૧મી ઓવરમી ઓવર હતી, જ્યારે રૂટે ભારતીય બોલર ઉમેશ યાદવના એક બોલને સીધો ફટકાર્યો. યાદવે એ કેચ કરી લીધો અને બોલ હવામાં ઉછાળ્યો. ત્યાર બાદ ઉમેશ એ ઉછાળેલા બોલનો ફરી કેચ કરી શક્યો નહીં. રૂટનું કહેવું હતું કે યાદવે બોલને યોગ્ય રીતે કેચ કર્યા વિના જ બોલને હવામાં ઉછાળ્યો હતો. મેદાન પર હાજર અમ્પાયર્સે થર્ડ અમ્પાયર રોડ ટક્કરની મદદ માગી. થર્ડ અમ્પાયરે રૂટને આઉટ જાહેર કર્યો. આ ઘટના કંઈક અંશે ૧૯૯૯ના ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મુકાબલા જેવી જ હતી, જ્યારે હર્શલ ગિબ્સે સ્ટીવ વોનો કેચ ઉછાળ્યો હતો. જોકે તે વખતે સ્ટીવ વોને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.

You might also like