ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી ટી-૨૦ નાગપુરમાં

નાગપુરઃ અહીંના જામથાનું વિદર્ભ ક્રિકેટ સંઘ સ્ટેડિયમ ૧૦ મહિનામાં ૧૦મી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરવા તૈયાર છે. આજેભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેન ત્રણ ટી-૨૦ શ્રેણીની બીજી મેચ સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ ટી-૨૦ મેચ જીતી લઈ ઈંગ્લેન્ડ હાલ ૧-૦ની સરસાઈ ધરાવે છે.

યજમાન ભારતીય ટીમ ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીમાં ૦-૧થી પાછળ છે. ભારતે શ્રેણી જીવંત રાખવા આજે રમાનારી બીજી ટી-૨૦ મેચ જીતવી બહુ જ જરૂરી છે, કારણ કે શ્રેણીની અંતિમ મેચ તા. ૧ ફેબ્રુઆરીએ બેંગલુરુ ખાતે રમાવાની છે. જો ભારત આજે હારી જશે તે અંતિમ મેચ માત્ર ઔપચારિક બની રહેશે. મેચ સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થશે. બેંગલુરુની મેચમાં ઝાકળ મહત્ત્વનો ભાગ ભજવશે. ગત વર્ષે માર્ચમાં જામથા સ્ટેડિયમ નવ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરી ચૂક્યું છે.
http://sambhaavnews.com/

You might also like