કટક: ઇંગ્લેન્ડનો ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય

કટકઃ  ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન ડે શ્રેણીની બીજી વન ડેમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય કર્યો છે.ઇંગ્લેન્ડની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે ભારતીય ટીમમાં ઉમેશ યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એક જમાનામાં દરેક મેચમાં સચીન તેંડુલકરના ચમત્કારનો ઇંતેજાર રહેતો હતો, હવે ભારતીય ક્રિકેટ ચાહકોને વિરાટ કોહલીએ જાણે કે જીતનો વિશ્વાસ જ અપાવી દીધો છે. જે રીતે તેણે ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન ડેમાં કેદાર જાધવ સાથે મળીને ઇંગ્લિશ ટીમને હરાવી છે તેનાથી ભારતીય ચાહકોનું પોતાની ટીમ પ્રત્યેનું અભિમાન વધી ગયું છે. આજે બીજા મુકાબલામાં જ્યારે ભારતીય ટીમ કટકના બારાબતી સ્ટેડિયમમાં ઊતરશે ત્યારે વિરાટના ખભા પર એક ક્રિકેટ ચાહકોની આશા પૂરી કરવાની મોટી જવાબદારી રહેશે. હવે અહીંથી ઈંગ્લેન્ડ માટે શ્રેણી જીતવી મુશ્કેલ બની જવાની છે. આજની મેચમાં ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા જ્યારે ઈંગ્લેન્ડ શ્રેણી જીવંત રાખવા મેદાનમાં ઊતર્યાં છે.

ભારતીય ક્રિકેટ ટીમ માટે પાછલાં ૧૦ વર્ષમાં જો કોઈ મેદાન સૌથી ભાગ્યશાળી રહ્યું હોય તો તે કટકનું બારાબતી સ્ટેડિયમ છે, જ્યાં આજે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ સામે શ્રેણીની બીજી વન ડે રમવા મેદાનમાં ઊતરશે. ભારતે ગત દસ વર્ષમાં બારાબતી સ્ટેડિયમમાં રમેલી પાંચેય વન ડે મેચ જીતી લીધી છે. એમાંની એક મેચ ભારતીય ટીમે 2008માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.

You might also like