ચેન્નાઇ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક 4-0થી વિજય : કોહલી અજેય

ચેન્નાઇ : ભારતે ઇંગ્લેન્ડની સામેની ચેન્નાઇ ટેસ્ટમાં ભવ્ય જીત પ્રાપ્ત કરી હતી. આ 5 ટેસ્ટની સીરિઝમાં 4-0થી કબ્જો જમાવ્યો હતો. ઇંગ્લેન્ડનો બીજો દાવ ભારતે માત્ર 207 રનમાં જ પતાવી દીધો હતો. ઇંગ્લેન્ડનાં આ દાવમાં ભારતે પોતાનો પહેલા દાવ 759/7 પર ડિક્લેર કરી હતી. આ દાવમાં ભારતના તરફથી કરૂણ નાયરે અણનમ 303 રન ફટકાર્યા હતા. જ્યારે ઓપનર રાહુલ બેવડી સદીથી માત્ર એક રન જ દુર રહ્યો હતો.

અહીં રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે આજે ઈંગ્લેન્ડે ટેસ્ટ ડ્રોમાં ખેંચવાની રણનીતિ સાથે ધીમી અને રક્ષણાત્મક બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગઈ કાલના અણનમ ઓપનરો કેપ્ટન કૂક અને જેનિંગ્સ આજે પણ કોઈ જ જોખમ ઉઠાવવાને બદલે ધૈર્યપૂર્વક બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડની બેટિંગ જોતા આ ટેસ્ટ ડ્રોમાં જશે એ નિશ્ચિતપણે લાગી રહ્યું હતું. પરંતુ પાંચમા દિવસે સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવતાં ઇંગ્લેન્ડ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે.  છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર સાત વિકેટે 198 રન થયો છે.  ઇંગ્લેન્ડની ટીમ હજી પણ લીડના 84 રનથી દૂર છે. ભારત તરફતી જાડેજાએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી.

ઈંગ્લેન્ડનો કોચ બેલિસ ફિલ્ડર્સ પર ગિન્નાયો
ચેન્નઈઃ ઈંગ્લેન્ડના કોચ ટ્રેવર બેલિસે સ્વીકાર કર્યો કે તેની ટીમની ફિલ્ડિંગ ઘણી ખરાબ રહી અને ભારત વિરુદ્ધ ચાલી રહેલી અંતિમ ટેસ્ટમાં છોડેલા ત્રણ કેચને કારણે ભારતને ૫૦૦ રન ગુમાવવા પડ્યા. બેલિસે ગઈ કાલે રમત પૂરી થયા બાદ કહ્યું, ”અમારા કેચિંગનો સ્તર બહુ જ ખરાબ છે. મને લાગે છે કે અમે જે ત્રણ કેચ છોડ્યા એ અમારા માટે ૫૦૦ રન મોંઘા સાબિત થયા. એ નિરાશાજનક છે. આ એવી ચીજ છે, જેના પર અમે કામ કરવા ઇચ્છીશું.”

બેલિસે વધુમાં કહ્યું, ”અમારી ટીમ એવી છે, જેમાં ઘણા નૈસર્ગિક એથ્લીટ નથી. અમારી પાસે બહુ જ સારા ક્રિકેટર છે. અમારી પાસે ઘણા સ્લિપ ફિલ્ડર નથી. મને લાગે છે કે મોટા ભાગના ખેલાડી આવા દિવસમાંથી પસાર થઈ ચૂક્યા હોય છે. ભારતીય ટીમ અને તેના બેટ્સમેનોને શ્રેય આપવો જોઈએ.તેઓ બહુ જ શાનદાર રમ્યા.”

ચેન્નઈની પીચને શ્રેણીની સૌથી સારી બેટિંગ પીચ જાહેર કરતાં બેલિસે જણાવ્યું, ”આ સારી પીચ છે. આ શ્રેણીમાં અત્યાર સુધીની સૌથી સારી પીચ છે. ઘણી વાર અમે બોલિંગ કરતી વખતે ઝઝૂમી રહ્યા હતા.”

નાયર અને લોકેશ વિશ્વનાથ-દ્રવિડની યાદ અપાવે છેઃ ગાવસ્કર
ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં કરુણ નાયર અને લોકેશ રાહુલની ઇનિંગ્સ તેમને કર્ણાટકના મહાન દિગ્ગજ ખેલાડીઓ ગુંડપ્પા વિશ્વનાથ અને રાહુલ દ્રવિડની યાદ અપાવે છે. ગાવસ્કરે બંને ખેલાડીઓ વિશે વાત કરતાં કહ્યું કે, ”કર્ણાટક માટે માપદંડ સાબિત કરનારા બે બેટ્સમેનો છે. એક ગુંડપ્પા વિશ્વનાથ અને બીજો રાહુલ દ્રવિડ. બે દિવસથી અમે જે જોયું એમાં રાહુલ દ્રવિડનો અભિગમ અને શિસ્ત, જ્યારે ગુંડપ્પાની સૂઝબૂઝ અને સ્ટ્રોક જોવા મળ્યા. શરૂઆતમાં આવું લાગ્યું હતું કે તેઓ ડ્રો માટે રમી રહ્યા છે, પરંુ એવું નહોતું. મને આનંદ છે કે કરુણ નાયર ટ્રિપલ સેન્ચુરીની ક્લબમાં સામેલ થયો છે. હું એવી આશા રાખું છું કે તે ભારત માટે વધુ રન બનાવશે.”
http://sambhaavnews.com/

You might also like