ચેન્નાઇ ટેસ્ટનાં ત્રીજા દિવસે લોકેશ રાહુલ રહ્યો હિરો : 391/4

ચેન્નાઇ : ભારત અને ઇંગલેન્ડ વચ્ચે રમાઇ રહેલી 5 ટેસ્ટની સીરિઝની અંતિમ મેચના ત્રીજા દિવસે લોકેશ રાહુલની મજબુત ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડને આકરો જવાબ આપ્યો હતો. રવિવારે ત્રીજા દિવસની મેચ પુરી થતા સુધીમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 391 રન બનાવી લીધઆ છે. અત્યારે પણ ભાગ ઇંગ્લેન્ડાનાં 477 રનનાં જવાબમાં 86 રન પાછળ છે.

ભારતની તરફથી આજનાં દિવસના હીરો લોકેશ રાહુલ 199 રન સાથે રહ્યો હતો. રાહુલ દિવસના અંતમાં થોડા દુર્ભાગ્યશાળી રહ્યા અને તે પોતાની કેરિયરનાં પહેલા બેવડા શતકથી માત્ર 1 રનથી ચુકી ગયો હતો. સ્ટંપના સમય સુધી કરૂણ નાયર (71*) અને મુરલી વિજય (17*) અણનમ રહ્યા હતા. મેચનાં ચોથા દિવસે ભારત આ બંન્ને બેટ્સમેનો ઉફર મોટી જવાબદારી આવી પડશે.

અગાઉ રવિવારે ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતે 60/0 સ્કોર સાથે શરૂઆત કરી હતી. બંન્ને જ ઓપનર સુઝબુઝ સાથે રમી રહ્યા હતા. બંન્ને વચ્ચે 152 રન બનાવ્યા હતા. ગત્ત ડોધ વર્ષમાં પહેલો પ્રસંગ છે જ્યારે ભારતની તરફથી કોઇ ઓપનિંગ જોડીએ 100થી વધારે રનની ભાગીદારી કરી છે.

You might also like