ઇડન ગાર્ડન ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે

કોલકતા: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ વન ડે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાશે. કોલકતામાં ભારતે છેલ્લી પાંચ વન ડેમાંથી ત્રણ વન ડેમાં જીત મેળવી છે જ્યારે એકમાં હાર તેમજ એક મેચ રદ્દ થઇ હતી. સૌથી ખાસ વાત એ રહી છે કે અહીં ઇડન ગાર્ડન ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બે વન ડે રમાઇ છેજેમાં ભારતે બંને વન ડેમાં વિજય મેળવ્યો છે. ભારતે કોલકાતામાં રમાયેલ છેલ્લી વન ડેમાં રોહિત શર્માએ શાનદાર 264 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ ફોર્મમાં છે. ભારત ત્રણ વન ડેની શ્રેણીમાં 2-0થી આગળ છે. ભારત આજની વન ડે જીતી ઇંગ્લેન્ડને વ્હાઇટ વોશ આપવા મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમમાં સૌથી ચિંતાજનક ઓપનીંગ જોડીનું રહ્યું છે. શિખર ધવન અને કે એલ રાહુલનું ફોર્મ ભારત માટે ચિંતાની વાત છે. આ બંને બેટસમેનો પ્રથમ બંને વન ડેમાં નિષ્ફળ રહ્યા હતા. તો બીજી બાજુ બીજી વન ડેમાં યુવરાજ અને ધોનીએ શાનદાર સદી ફટકારી મીડલ ઓર્ડરને મજબુત બનાવી દીધો છે. ભારતે જો કોલકાતામાં ઇંગ્લેન્ડ ક્લીન સ્વીપ કરવો હોય તો ભારતીય બોલરોને ફોર્મમાં પરત ફરવુ પડશે.

http://sambhaavnews.com/

You might also like