Asia Cup 2016 : ભારત અને બાંગ્લાદેશ કરશે આજે શુભ શરૂઆત

મીરપુર : આજે બાંગ્લાદેશમાં ટી-20 એશિયા કપની શરૂઆત થઇ રહી છે. મીરપુરમાં પહેલી મેચમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો એકબીજા સામે ટકરાશે. બંન્ને ટીમોનું લક્ષ્ય જીત સાથે શ્રેણીમાં પ્રવેશ કરવાનું હશે. ભારતીય ટીમ હાલ જબરદસ્ત ફોર્મમાં છે. હાલમાં જ તેણે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વિરુદ્ધ દ્વિપક્ષીય ટી-20 સીરીઝ જીતી છે. જેનાંકારણે ટીમનું મનોબળ ખુબ જ મજબુત છે. બીજી તરફ બાંગ્લાદેશને પોતાનાં હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળશે. ભારતની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શિખર ઘવન આ સમયે ટોપ ફોર્મમાં છે. મિડલ ઓર્ડરમાં ભારત પાસે વિરાટ કોહલી, સુરેશ સૈના અને યુવરાજસિંહ જેવા ધુરંધરો છે. કોહલી અને રૈનાનું પ્રદર્શન ગત્ત શ્રેણીઓમાં આક્રમક રહ્યું હતું. કોહલીને શ્રીલંકા વિરુદ્ધની શ્રેણીમાં આરામ અપાયો હતો ઓસ્ટ્રેલિયા સામે તેનું પ્રદર્શન આક્રમક રહ્યું હતું.
બોલિંગમાં તમામ દોરોમદાર આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પર નિર્ભર રહેશે. ફાસ્ટ બોલિંગમાં આશીષ નેહરા સંભાળશે. ભારતીય ટીમમાં પદાર્પણ કરનાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ નેહરાનો સાથ આપશે. અત્રે નોંધનીય છ કે ઓસ્ટ્રેલિયા સામે પોતાનાં કેરિયરની શરૂઆત કરનાર બુમરાહે પોતાનાં પ્રદર્શન થકી પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. જો કે બાંગ્લાદેશની વિરુદ્ધ ધોની રમે કે કેમ તે અનિર્ણિત છે. ઘોનીની ફિટનેસ હાલ યોગ્ય નહી હોવાનાં કારણે તેનાં સ્થાને પાર્થિવ પટેલનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.
ભલે આઇસીટી ટી-20 રેન્કિંગમાં ભારતીય ટીમ નંબર-1 પર હોય અને બાંગ્લાદેશ નંબર-10 પર પણ તેની પાસે પ્લસ પોઇન્ટ સ્વરૂપે ગૃહમેદાન છે. ગત્ત વર્ષે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે શરમજનક રીતે હારી હતી તે પણ ઉલ્લેખીય છે.

You might also like