બાંગ્લાદેશ T-20માં ભારતનો શાનદાર વિજય સાથે ફાઈનલમાં પ્રવેશ

ભારતે ત્રિકોણીય જંગની ટી-20 સીરીઝની છેલ્લી લીગ મેચમાં બાંગ્લાદેશ સામે જોરદાર જીત હાંસલ કરી છે. બાંગ્લાદેશને 17 રને હરાવી ભારતે શ્રેણીનાં ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે અને હવે તેનો મુકાબલો શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચમાં વિજય મેળવનાર ટીમ સાથે થશે.

નોંધનીય છે કે આજની આ મેચમાં ભારતે 17 રને શાનદાર જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતનાં કેપ્ટન રોહિત શર્માનાં 89 રન અને સુરેશ રૈનાનાં 47 રનની મદદથી ભારતનાં 177 રનનાં ટાર્ગેટની સામે બાંગ્લાદેશ આજે 20 ઓવરમાં 5 વિકેટે માત્ર 159 રન જ બનાવી શક્યું હતું.

આપણી આજની આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ 89 રનની શાનદાર ઈનિંગ રમીને તેમજ સુરેશ રૈનાએ 47 અને શિખર ધવને 35 રન બનાવીને બાંગ્લાદેશ સામે શાનદાર જીત હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે 20 ઓવર્સમાં 3 વિકેટ ગુમાવીને કુલ 176 રન બનાવ્યાં હતાં. ભારતની બે વિકેટો રૂબેલ હોસેને ઝડપી હતી.

ભારતનાં કુલ 177 રનનાં ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમની શરૂઆત આજે ઘણી ખરાબ રહી હતી અને 61 રનમાં મહત્વની 4 વિકેટો બાંગ્લાદેશે ગુમાવી દીધી હતી. ભારત તરફથી વૉશિંગ્ટન સુંદરે પણ આક્રમક બોલિંગ કરતાં 4 ઓવરમાં માત્ર 22 રન આપીને મહત્વની 3 વિકેટો ઝડપી પાડી હતી. આ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલ અને શાર્દૂલ ઠાકુરે પણ એક શાનદાર વિકેટ ઝડપી લીધી હતી.

You might also like