હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત, ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો

ઓસ્ટ્રેલિયા સામે ગુરૂવારે મળેલી હાર બાદ પણ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પવેશ કર્યો છે. આ પાછળનું કારણ છે ગુરૂવારે રમાયેલ બ્રિટેન અને બેલ્જિયમ વચ્ચેની મેચ. આ મેચ 3-3 થી ડ્રો રહેતા ભારતને પહેલી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે ફરી થશે.

બેલ્જિયમ સામેની મેચ દરમિયાન બ્રિટેનની ટીમ 1-3થી પાછળ ચાલી રહી હતી. પરંતુ બ્રિટેને મેચમાં શાનદાર વાપસી કરતાં 3-3થી મેચ ડ્રો કરી દેતા ભારતની ફાઇનલમાં જગ્યા નિશ્ચિત થઇ ગઇ. ભારત પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે. આ અગાઉ 1982માં નેધરલેન્ડ સામેના મુકાબલા બાદ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં અંકની ગણતરી મુજબ ભારત 7 અંક સાથે બીજા નંબરે છે જ્યારે ઓસ્ટ્રેલિયા 17 અંકો સાથે પ્રથમ નંબરે છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા જ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

You might also like