IND vs AUS: ભારતની જીત પર બ્રેક લગાવતું ઓસ્ટ્રેલિયા

બેંગલુરૂઃ આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાંનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને જીતવા માટે 335 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 334 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 124 રન કર્યા જ્યારે એરોન ફિન્ચે 94 રન, ટ્રાવિસ હેડે 29 રન, સ્ટીવન સ્મીથે 03 રન અને પીટર હેન્ડસ્કોમે 43 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી લીધી હતી.

નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયાએ વન-ડે સીરીઝમાં પહેલેથી જ 3-0થી આગળ છે. ટીમ ઇન્ડિયા એ વન-ડેમાં હાલ નંબર 1 ટીમ બની ચુકી છે. ત્યારે હવે સૌની નજર અત્યારે ઇન્ડીયા કે ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી કઇ ટીમ મેચ જીતશે તેનાં પર હશે.

You might also like