ભારતે રચ્યો ઇતિહાસ : 140 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાનું ઘર આંગણે જ ક્લિન સ્વિપ

સિડની : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટથી હરાવી દીધું છે. આ જીત સાથે જે ભારતે સીરીઝ પર 3-0થી કબ્જો કરી લીધો હતો. સાથે સાથે આ 140 વર્ષ બાદ પહેલી એવી ઘટનાં છે જેમાં ઓસ્ટ્રેલિયાનો ઘર આંગણે જ ક્લિન સ્વિપ થયો હોય. સુરેશ રૈના (49), રોહિત શર્મા (52) અને વિરાટ કોહલી (50) અને સૌથી મહત્વનાં યુવરાજનાં માત્ર 15 પરંતુ અતિ મહત્વની ઇનિંગનાં કારણે ભારતે ઇતિહાસ રચી દીધો હતો.
ભારતીય બેટ્સેમોનાં ઉત્કૃષ્ણ પ્રદર્શનનાં કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટી-20 મેચમાં પણ 7 વિકેટે પરાજય આપ્યો હતો. સાથે સાથે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 140 વર્ષ બાદ કોઇ ટીમે ક્લિન સ્વિપ કરીને સીરીઝ પર 3-0થી મેચ જીતી લીધી હતી. મેન ઓફ ધ સીરીઝ તરીકે કોહલી જ્યારે મેન ઓફ ધ મેચ શેન વોટ્સનને મળી હતી.

પહેલા કેપ્ટન શેન વોટ્સનનાં 124 રનની રેકોર્ડ સદીની મદદથી ઓસ્ટ્રેલિયા ભારતની સામે 197 રનનો વિશાળ સ્કોર મુકી દીધો હતો. વોટ્સને આ મેચમાં ફિચ ઇજાગ્રસ્ત હોવાનાં કારણે કેપ્ટન્સી સંભાળી હતી. પોતાની કેપ્ટન્સીમાં તેણે માત્ર 71 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 124 રનની અણનમ મેરેથોન બેટિંગ કરી હતી.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે પોતાનાં ટી-20 કેરિયરમાં પહેલી સદી ફટકારવાની સાથે ટી-20 ઇતિહાસની બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો એક માત્ર ટી-20 ફોર્મેટમાં 124 રન ફટકારનાર ખેલાડી બની ગયો. તે સાથે જ તે ભારતની વિરુદ્ધ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધારે સ્કોર કરનારો ખેલાડી પણ બની ગયો તો.
કેપ્ટનનાં રૂપમાં ગત્ત સર્વશ્રેષ્ઠ સ્કોર દક્ષિણ આફ્રીકાનાં ફાક ડુ પ્લેસિસનો (119) રનનો હતો. ત્યારે ટી-20માં શતન બનાવનાર ત્રીજો કેપ્ટન બની ગયો છે. તેણે ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝનાં ધુરંધર ક્રિસ ગેલે 2010માં બનાવેલ 98 રનનાં સ્કોરને પણ તોડી નાખ્યો હતો. વોટ્સને ટી-20માં પોતાનાં સૌથી વધારે 81 રનનાં રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો.

ત્રણ મેચોની ટી-20 સીરીઝ ભારત પહેલાથી જ 2-0થી જીતી ચુક્યું છે. જો કે આજે તે ક્લિન સ્વિપનાં ઇરાદા સાથે રમી રહ્યું છે. ત્રીજી મેચમાં પહેલા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ ઉતરી હતી. જેમાં કેપ્ટન શેન વોટ્સનનાં અણનમ (124) રનનાં દમ પર નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 197 રન બનાવ્યા હતા. હવે ભારતને આ મેચ જીતવા માટે 198 રન બનાવવાનાં છે.
નોંધનીય છે કે પહેલા દાવમાં બેટિંગ કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમનાં ઓપનર ઉસ્માન ખ્વાજાએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેણે 6 રન બનાવ્યા હતા. પરંતુ તે નેહરાનો શિકાર બની ગયો હતો. નહેરાની બોલમાં ખ્વાજા પાછળ ઉભેલા ધોનીને આપી બેઠો હતો. ઓસ્ટ્રેલિયન ટીમની બીજી વિકેટ શોન માર્શ તરીકે પડી હતી. માર્શને આર. અશ્વિને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. તેણે 9 રન બનાવ્યા હતા. ધુરંધર બેટ્મેનો આ મેચમાં પણ ખાસ કાંઇ કરી શક્યા નહોતા અને 3 રન પર યુવીનાં બોલમાં રૈનાના હાથે કેચ આઉટ થઇ ગયો હતો.
આ મેચમાં ટીમની કમાન સંભાળી રહેલ શેન વોટ્સને તાબડતોડ 71 બોલમાં અણનમ 124 રન ફટકાર્યા હતા. આ આંતરરાષ્ટ્રીય ટી-20માં તેનું પહેલું શતક હતું. અત્રે નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમને ક્લીન સ્વિપથી બચવા માટે આ મેચ જીતવી ખુબ જ જરૂરી છે.

You might also like