IND vs AUS:ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 294 રનનો લક્ષ્યાંક, ફિન્ચે બનાવ્યા 124 રન

ઇન્દોર: ઑસ્ટ્રેલિયાએ આજની ત્રીજી વન ડે મેચમાં પ્રથમ બેટિંગ કરી ભારતને જીતવા માટે 294 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે કુલ 293 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવ-બુમરાહે સૌથી વધુ 2-2 જ્યારે ચહલ, હાર્દિકને 1-1 સફળતા મળી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે 124 રન બનાવ્યા જ્યારે સ્ટીવ સ્મિથે 63 રન બનાવ્યા. પંડ્યાની ઓવરમાં 42 રને વોર્નરની પ્રથમ વિકેટ પડી ગઇ હતી.

પાંચ વન-ડે મેચની શ્રેણીમાં ભારતે પ્રથમ બે વન-ડેમાં જ ઑસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. પરંતુ ભારત જો આજની મેચ જીતી જશે તો તે સીરીઝ પર કબજો મેળવી લેશે. આ મેચમાં ટીમ ઇન્ડિયા જીત મેળવી લેશે તો વન-ડેમાં પ્રથમ નંબરની ટીમ ઇન્ડિયા બની જશે.

You might also like