ભારતીય શેર એક દિવસમાં જ ઢેર : ઓસ્ટ્રેલિયા 298ની લીડ સાથે મજબુત

પુણે : સ્ટીવ ઓકીફીનાં કેરિયરની સર્વશ્રેષ્ઠ બોલિંગથી ભારત મામૂલી સ્કોર પર સમેટાઇ ગયું હતું. આ સાથે જ સ્મિથે આક્રમક અડધી સદી બનાવતા ઓસ્ટ્રેલિયન ટીમે બીજા દિવસે 298 રનની લીડ બનાવી લીધી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમની સ્થિતી મજબુત બની ગઇ ઙતી. ભારતનો બેટ્સમેનક્રમ ઓકીફી (35 રનમાં 6 વિકેટ)ની સામે ટકી શક્યો નહોતો. પહેલા દાવમાં ભારત માત્ર 105 રનમાં જ ઓલ આઉટ થઇ ગયું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 155 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 260 રન બનાવ્યા હતા. ભારતની છેલ્લી 7 વિકેટ તો માત્ર 11 રનમાં જ પડી ગઇ હતી. જે ટેસ્ટ ઇતિહાસમાં અત્યુરા સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

ઓસ્ટ્રેલિયાએ ત્યાર બાદ બીજા દાવમાં સ્મિથ (અણનમ59)ની ખુબ જ સ્થિર રમત દેખાડી હતી. આ સાથે 4 વિકેટનાં નુકસાને 143 રન બનાવીને પોતાની સ્થિતી મજબુત કરી લીધી હતી. સ્મિથે મળેલા 3 જીવનદાનનો ભરપુર ફાયદો ઉઠાવતા 117 બોલમાં 50 રન બનાવ્યા હતા. દિવસ પુરો થયો ત્યાં સુધીમાં મિશેલ માર્શ 21 રન બનાવીને સ્મિથનો સામેનો છેડો સંભાળીને નોટઆઉટ રહ્યા હતા. બંન્ને પાચમી વિકેટ માટે અત્યાર સુધીમાં 30 રન જોડી ચુક્યા છે. સ્મિતે તેની પહેલા મૈટ રેનશા (31)ની સાથે પણ ચોથી વિકેટ માટે 52 રન જોડ્યા હતા.

મામુલી સ્કોરમાં જ પત્તાનાં મહેલની જેમ ખડી પડેલી ભારતીય ટીમને ઓફ સ્પિનર રવિચંદ્ર અશ્વિ (68માં 3 વિકેટ) પરત ફર્યો હતો. નોંધનીય છે કે ટી બ્રેક પહેલા ડેવિડ વોર્નર (10) અને શોન માર્શ (00)ને પેવેલિયન ભેગા કર્યા હતા.

You might also like