ભારત-શ્રીલંકાની ટીમ વચ્ચે આજે પ્રથમ ટી-૨૦ મેચ

કટકના બારાબતી સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૦૦ વાગ્યાથી ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી-૨૦ મેચ રમાવાની છે. બંને ટીમના ખેલાડીઓ ગઈ કાલે જ ભુવનેશ્વર પહોંચી ગયા છે. આજે બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી.

ગઈ કાલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બારાબતી સ્ટેડિયમ પહોંચી જઈને સઘન સુર‍ક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બારાબતીમાં મેચ શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફક્ત પોલીસ જ નહીં, બલકે સીસીટીવી કેમેરા દ્વારા પણ સ્ટેડિયમની અંદર અને બહારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ ટી-૨૦ શ્રેણીમાં પણ રમવાનો નથી. ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા સંભાળી રહ્યો છે, જેણે તાજેતરમાં જ કેપ્ટન તરીકે વન ડે શ્રેણીમાં શ્રીલંકાને ૨-૧થી હરાવીને ભારતને વિજય અપાવ્યો હતો.

You might also like