ચીનને પાઠ ભણાવવા માટે ભારત અમેરિકાએ મિલાવ્યો હાથ

નવી દિલ્હી : ચીનનાં વધી રહેલા સમુદ્રી પ્રભાવને ઓછો કરવા માટે ભારત અને અમેરિકાએ હાથ મિલાવ્યો છે. બંન્ને દેશો વચ્ચે તે મુદ્દે સૈદ્ધાંતીક સમજુતી થઇ કે તે પોતાનાં મિલેટરી લોજિસ્ટિક્સને સંયુક્ત રીતે બહાર કાઢવામાં આવશે. અમેરિકી સંરક્ષણ પ્રધાન એશ્ટન કાર્ટરે મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. અમેરિકા, ભારતને કહેતું રહ્યું છે કે તે તેની સાથે લોજિસ્ટિક્સ સપોર્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરે જેથી બંન્ને દેશોની સેનાઓ મિલેટરી સપ્લાય, રિપેયર અને અન્ય કામોનાં માટે એક બીજાની જમીની, હવાઇ અને સમુદ્રી મથકોનો ઉપયોગ કરી શકે.

જો કે લાંબો સમય સુધી બંન્ને પક્ષોની દુવિધા બાદ બંન્ને પક્ષોનું કહેવું છે કે તેમની વચ્ચે એક સમજુતી થઇ શકે છે. જો કે અત્યાર સુધી તે હસ્તાક્ષર માટે તૈયાર નથી. સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર સાથે મુલાકાત બાદ કાર્ટરે કહ્યું કે અમે સૈદ્ધાંતીક રીતે તે બાબતે સહમત થયા છીએ કે તમામ મુદ્દાઓનો ઉકેલ આવી ગયો છે. હવે અમારે મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવાની જરૂર છે. કાર્ટરે તેવું પણ કહ્યું કે બંન્ને દેશો ટુંકમાં જ એક કોમર્શિયલ શિપિંગ ઇન્ફર્મેશન એક્સચેન્જ એગ્રીમેન્ટને પણ અંજમ આપશે.

જો કે દક્ષિણ ચીન સાગર અને હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી તાકાતને જોતા વડાપ્રધાન મોદીની આગેવાનીમાં રહેલી સરકારે એવા સંકેતો આપ્યા છે કે ભારત, અમેરિકા વધારે નજીક આવી શકે છે. બીજી તરફ ચીનનાં સંબંધો ભારતનાં પ્રતિદ્વંદી પાકિસ્તાનની સાથે ઘણા સારા છે. વડાપ્રધાન મોદીની મહત્વકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્થાનિક ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ બેઝ બનાવવા અને મોંઘા હથિયારોની આયાત ઘટાડવા માટે ભારતે અમેરિકન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં ઘણો રસ દાખવ્યો છે.

You might also like