દેશભરની યુનિ.માં ૨૩ અોગસ્ટ સુધી રોજ રાષ્ટ્રગીત અને તિરંગો ફરકાવાશે

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના જે કેમ્પસમાં ૯ ફેબ્રુઅારીના રોજ દેશને તોડવા અને દેશ વિરોધી નારા લાગ્યા હતા ત્યાં જ ૨૩ અોગસ્ટ સુધી રોજ તિરંગો ફરકાવાશે અને સાથે સાથે રાષ્ટ્રગીત પણ ગવાશે. લાલ કિલ્લામાં હવે વિદ્યાર્થીઅોને અાઝાદીની સાથે તિરંગાનું સન્માન પણ કરવામાં અાવશે.

ખાસ વાત અે છે કે જશ્ન-અે-અાઝાદી પહેલાં જેએનયુ સહિત દેશભરની કેન્દ્રીય અને રાજ્યની યુનિવર્સિટીઅોમાં વિદ્યાર્થીઅોને ૧૮૫૭ની ક્રાંતિથી લઈને હિંદુસ્તાનની અાઝાદી, શહિદોની શહાદતથી વિદ્યાર્થીઅોને પરિચિત કરાવવા માટે દેશભક્તિ પર અાધારિત હરીફાઈઅો પણ અાયોજિત કરાવવી પડશે.

૯ ફેબ્રુઅારીની ઘટનાથી સબક લેતાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પહેલી વખત જેએનયુ સહિત દેશભરની યુનિવર્સિટીઅોમાં ૨૩ અોગસ્ટ સુધી વિદ્યાર્થીઅોને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડવાની યોજના તૈયાર કરી છે. જેને ‘અાઝાદી-૭૦ યાદ કરો કુરબાની’ નામ અપાયું છે. મંત્રાલયે યુનિવર્સિટી કમિશન અને અોલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ અેજ્યુકેશનના માધ્યમથી એન્જિનિયરિંગ, મેડિકલ, અાર્કિટેક્ચર સહિત અન્ય યુનિવર્સિટીઅોમાં સ્વતંત્રતા દિવસ પર કાર્યક્રમ અાયોજિત કરવાના અાદેશ અાપ્યા છે.

વિદ્યાર્થીઅોને જોડવા માટે સ્વતંત્રતા દિવસની દોડ પણ અાયોજિત કરાશે. યુનિવર્સિટી સહિત કોલેજોના કાર્યક્રમ સંબંધિત ફોટા અને જાણકારી મંત્રાલયની વેબસાઈટ તેમજ ફેસબુક પર અાઝાદી માટે વિશેષ રીતે ડિઝાઈન ‘અાઝાદી-૭૦’ પેજ પર પણ અપલોડ કરવું અનિવાર્ય છે. યુનિવર્સિટી અને કોલેજોમાં ૧૫ દિવસ સુધી રાષ્ટ્રગીતનું અાયોજન કરવું ફરજિયાત છે. અા દરમિયાન તિરંગો પણ ફરકાવાશે અને યુનિવર્સિટીઅોને કહેવાયું છે કે જો તમારા કેમ્પસની અાસપાસ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલાં અૈતિહાસિક સ્થળો હોય તો વિદ્યાર્થીઅોને ત્યાંની મુલાકાત પણ કરાવવી.

યુનિવર્સિટીઅોમાં વકતૃત્વ સ્પર્ધાનું પણ અાયોજન કરાયું છે, જેમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી વ્યક્તિઅો પર વાતો કરાશે અથવા તો નિષ્ણાતોને બોલાવીને ૧૮૫૭થી ૧૯૪૭ સુધીના સંઘર્ષ અને અાઝાદી સાથે જોડાયેલી જાણકારીઅોથી વિદ્યાર્થીઅોને પરિચિત કરાશે. અા ઉપરાંત દેશનું રક્ષણ કરનાર ત્રણેય સેનાઅો અાર્મી, અેરફોર્સ કે નેવીના અધિકારીઅોને પણ બોલાવાશે.

You might also like