વિન્ડીઝ બાદ શ્રીલંકા છે ટીમ ઇન્ડીયાનો આગલો પડાવ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વેસ્ટ ઇન્ડીઝ સામે 3-1થી વન ડે શ્રેણી જીત્યા બાદ હવે ભારતીય ટીમનો આગલો પડાવ શ્રીલંકા છે. શ્રીલંકામાં ભારત 3 ટેસ્ટ, 5 વન ડે અને 1 ટી-20 મેચ રમશે. આ શ્રેણીની શરૂઆત 26 જુલાઇથી થશે. ભારતનો આ પ્રવાસ 43 દિવસનો હશે. ભારત શ્રેણીની શરૂઆત ટેસ્ટ મેચથી કરશે. પહેલી ટેસ્ટ 26 જુલાઇના રોજ શરૂ થશે. બીજી ટેસ્ટ 3 ઓગસ્ટથી જ્યારે ત્રીજી અને અંતિમ ટેસ્ટ 12 ઓગસ્ટના રોજ કેન્ડીમાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ ભારતીય ટીમ 5 મેચની વન ડે શ્રેણી રમશે.

પ્રથમ વન ડે 20 ઓગસ્ટે દાંબુલા ખાતે રમાશે. ત્યાર બાદ બીજી વન ડે 24મીએ કેન્ડી, ત્રીજી 27મીએ કેન્ડી, ચોથી વન ડે 31મીએ કોલંબો અને પાંચમી અને અંતિમ વન ડે પણ 3જી સપ્ટેમ્બરે કોલંબો ખાતે રમાશે. પાંચ મેચની વન ડે શ્રેણી બાદ એકમાત્ર ટી-20 મેચ 6 સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં રમાશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-શ્રીલંકા વચ્ચે રમાઇ હતી જેમાં શ્રીલંકાએ ભારતને પરાજય આપ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like