સુપ્રીમ કોર્ટનો આદેશ: 36 કલાકની અંદર બધી વેબસાઇટ પરથી ભ્રૂણ પરીક્ષણની માહિતી ડિલીટ થાય

સુપ્રીમ કોર્ટે સર્ચ એન્જિન પર ઉપલબ્ધ ભ્રૂણના જાતિ પરીક્ષણ સબંધિત માહિતી દૂર કરવા પર આકરું વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે ગૂગલ, યાહૂ અને બીંગ જેવા સર્ચ એન્જિનને આદેશ આપ્યો છે કે 36 કલાકની અંદર ભ્રણ પરીક્ષણ સંબંધી તમામ માહિતી અને જાહેરાતો હટાવી લેવામાં આવે. આ સિવાય કેન્દ્ર સરકારે પણ આદેશ આપ્યો છે કે એક નોડલ એજન્સીની રચના કરવામાં આવે જે વેબસાઇટને મોનિટર કરે.

જસ્ટિસ દિપક મિશ્રા અને અમિતાભ રોયની બેંચે કહ્યું છે કે નોડલ એજન્સી આ વેબસાઇટ પર ભ્રૂણ પરીક્ષણ સંબંધી માહિતી, જાહેરાતો વિશે જાણકારી આપશે. ત્યાર બાદ ગૂગલ, બીંગ અને યાહૂ જેવા સર્ચ એન્જિનની જવાબદારી હશે કે 36 કલાકની અંદર આ માહિતી ડીલીટ કરી દે.

બેંચે જણાવ્યું છે કે અમે ભારત સરકારને એક નોડલ એજન્સીની રચના કરવા માટે આદેશ આપ્યો છે. આ એજન્સી, ટીવી, રેડિયો અને છાપામાં આવતી જાહેરાતો જોશે. જો કોઈ પણ માહિતી ભ્રૂણ સંબંધી ધ્યાનમાં આવશે તો આ જાણકારી નોડલ એજન્સીના ધ્યાનમાં આવવી જોઈએ. ત્યાર બાદ નોડલ એજન્સી આ વિશે સર્ચ એન્જિનની જાણ કરશે. સર્ચ એન્જિનોની જવાબદારી રહેશે કે તે સૂચના મળ્યાના 36 કલાકની અંદર માહિતી ડીલીટ કરી દે અને તેની જાણ નોડલ એજન્સીને આપે.

You might also like