શું ભારતે મે 2014 પહેલા પ્રગતિ કરી જ નથી? સોનિયા ગાંધીનો પ્રશ્ન

મુંબઇ: ઇન્ડિયા ટુુડે ગ્રૂપ દ્વારા આયોજિત ઇન્ડિયા ટુડે કોન્ક્લેવનો આજે આરંભ થયો હતો. આ કોન્ક્લેવમાં ચાવીરૂપ પ્રવચન આપતાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે પબ્લિક સ્પીકિંગ મારા માટે એક સહજ અનુભવ નથી અને તેથી હું વાંચવામાં વધુ સમય આપું છું. હવે હું કોંગ્રેસમાં એક સામાન્ય કાર્યકર તરીકે છું.

સોનિયા ગાંધીએ ઇન્ડિયા ટુડે કોન્ક્લેવને ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે તેઓ દેશને એ પૂછવા માગે છે કે શું મે-ર૦૧૪ પહેલાં દેશ માત્ર એક બ્લેક હોલ હતો અને માત્ર આ તારીખ પછી જ દેશે બધું કર્યું છે? હવે સોનિયા ગાંધી બીજી વાર ઇન્ડિયા ટુડે કોન્ક્લેવના મંચ પર એવા સમયે આવ્યાં છે જ્યારે વિરોધ પક્ષમાં રહેલ કોંગ્રેસ ર૦૧૯ના ચૂંટણીજંગની તૈયારી રાહુુલ ગાંધીના નેતૃત્વમાં કરી રહી છે. તેઓ ઇન્ડિયા ટુડે કોન્ક્લેવના આ વર્ષના થીમ ‘ધ ગ્રેટ ચર્ન-ટ્રાયમ્ફસ એન્ડ ટ્રિબ્યૂલેશન્સ’ પર કી-નોટ એડ્રેસ આપનાર છે.

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં સોનિયા ગાંધીના સામેલ થવા અંગે ઇન્ડિયા ટુડેનાં વાઇસ ચેરપર્સન અને કોન્ક્લેવ ડાયરેકટર કલી પુરીઅે જણાવ્યું હતું કે ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ૧૪ વર્ષ પહેલાં હાજરી આપ્યા બાદ સોનિયા ગાંધીએ દેશની રાજનીતિમાં એક લાંબી મજલ કાપી છે અને તેથી આ મંચ પર તેમને ફરી સાંભળવા મહત્ત્વપૂર્ણ બનશે.

આ અગાઉ ઇન્ડિયા ટુડે ગ્રૂપના ચેરમેન અરુણ પુરીએ ઇન્ડિયા ટુડે કોન્ક્લેવનો આરંભ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર દુનિયા અત્યારે એક મોટી ઊથલપાથલના દોરમાંથી પસાર થઇ રહી છે.

You might also like