2017ના પ્લાનિંગની જાહેરાત : જાણો ક્યાં અને ક્યારે થશે મેચ

અમદાવાદ : બીસીસીઆઇ દ્વારા 2016-17નો ભારત ક્રિકેટ ટીમનો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 6 નવા મેદાનમાં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટની શરૂઆત થશે. ભારતીય ટીમનાં ડોમેસ્ટીક ક્રિકેટની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી થશે. બીસીસીઆઇનાં મતે બધા જ મેદાનોની કંડીશન્સ સ્ટેડિયમમાં સીટોની કેપીસીટી બોર્ડનાં નિયમો અનુસાર રહેશે. રાજકોટ, વિશાખાપટ્ટનમ, પૂણે, ધર્મશાળા, રાંચી અને ઇન્દોરમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય ટીમ આ સમયગાળા દરમિયાન 13 ટેસ્ટ, 8 વન ડે અને 3 ટી-20 મેચ રમશે. હાલ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનાં પ્રવાસે છે. જ્યાં 3 વનડે રમાશે જેની આગેવાની ધોની દ્વારા કરવામાં આવશે. જ્યારે 3 ટી 20 મેચ રમાશે. જાહેરાત અનુસાર ત્રણ મોટી ટીમ ભારત આવશે જે દરમિયાન ટી-20થી માંડીને ટેસ્ટ સુધીની ધમાકેદાર મેચ રમાશે. બીસીસીઆઇ જે નવી સીરીઝની જાહેરાત કરી છે તેમાં ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 2017 ફેબ્રુઆરીમાં ભારત આવશે અને ફેબ્રુઆરી માર્ચમાં ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. આ ચાર ટેસ્ટ મેચ બેંગ્લોર, ધર્મશાળા, રાંચી અને પુણેમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ધર્મશાળા, રાંચી અને પુણે પહેલીવાર ટેસ્ટ મેચની મેજબાની કરશે.

સિઝનની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ પોતાનાં સત્રની શરૂઆત ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ કરશે. ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબર 2016માં ભારતનાં પ્રવાસે આવશે અને અહીં ત્રણ ટેસ્ટ મેચ તથા પાંચ વનડે રમશે. ટેસ્ટ મેચ ઇન્દોર, કાનપુર અને કોલકાતામાં થશે જ્યારે વન ડે મેચ ધર્મશાળા, દિલ્હી, મોહાલી, રાંચી અને વિજાગમાં રમાશે.ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સીરીઝ બાદ નવેમ્બરમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતનાં પ્રવાસે આવશે. ઇંગ્લેન્ડની વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ, ત્રણ વનડે મેચની સીરીઝ અને ત્રણ ટી-20 મેચોની સીરીઝ રમશે. ટેસ્ટ મેચ મોહાલી, રાજકોટ, મુંબઇ, વિજાગ અને ચેન્નાઇમાં થશે. વન ડે મેચ પુણે, કટક અને કોલકાતામાં રમાશે જ્યારે ટી-20 મેચ બેંગ્લોર, નાગપુર અને કાનપુરમાં યોજાશે. તે ઉપરાંત બાંગ્લાદેશ પણ હૈદરાબાદમાં એક ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવશે.

You might also like