સુરેશ પ્રભુએ કરી મોટી જાહેરાત,”ભારતમાં બનાવાશે 100 નવા એરપોર્ટ”

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે, આગામી 10થી 15 વર્ષ દરમ્યાન દેશમાં 100 નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેમાં અંદાજે 4260 અરબ રૂપિયા (60 અરબ ડૉલર)નું રોકાણ કરાશે. આ એરપોર્ટોનું નિર્માણ સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) ફોર્મ્યુલા પર કરવામાં આવશે.

પ્રભુએ મંગળવારનાં રોજ અહીં ઇન્ટરનેશનલ એવિએશ સમિટ દરમ્યાન આ જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાની તેજ વિકાસ દરને કારણે અહીં નાગર વિમાનન ક્ષેત્રમાં યાતાયાત વૃદ્ધિ બે અંકોમાં થઇ રહી છે. આ જ કારણોસર આગામી 10થી 15 વર્ષોમાં ઓછામાં ઓછાં 100 નવા એરપોર્ટ એટલે કે હવાઇ અડ્ડાઓને વિકસાવવામાં આવશે.

આ એરપોર્ટ મુખ્ય રીતે પીપીપી ફોર્મ્યુલા પર વિકસિત થશે. જેનાં પર અંદાજે 60 અરબ ડૉલરનું રોકાણ થશે. તેઓએ જણાવ્યું કે સરકાર એક કાર્ગો નીતિને તૈયાર કરવા પર પણ કામ કરી રહી છે જેથી હવાઇ માર્ગથી થનારા માલ પરિવહનને સાચી દિશા મળી શકશે.

આ કાર્યક્રમને સંબોધિત કરતા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ (આએટા)નાં ડાયરેક્ટર જનરલ અને સીઇઓ અલેજેંડ્ર ડી જુનિયેકે જણાવ્યું કે ભારતનાં નાગરિક વિમાનન ક્ષેત્રમાં ઢાંચાગત સુવિધાઓની વધુ ઉણપ છે અને આનાં વિશે સરકાર પાસેથી નીતિગત સહાયતાની આશા કરવામાં આવી રહી છે.

સુરેશ પ્રભુએ કહ્યું કે, વર્ષ 2037 સુધી ભારતમાં ચાહે ઘરેલુ હોય કે આંતરરાષ્ટ્રીય, અંદાજે 50 કરોડ લોકો ઉડાણ ભરી શકશે. જેથી આને અનુરૂપ ઢાંચાગત સુવિધાઓનો વિકાસ થવો ખાસ જરૂરી છે. તેઓએ જણાવ્યું કે ભારતનાં માત્ર નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં જ લાકો લોકોને રોજગાર મળેલો છે અને આ ક્ષેત્રથી દેશનાં સકલ ઘરેલું ઉત્પાદનમાં અંદાજે ડોઢ ટકાની ભાગેદારી છે.

You might also like