બાંગ્લાદેશની માંગ પર ભારત લગાવી શકે છે ઝાકિર નાઇક પર બેન

નવી દિલ્હીઃ  કેન્દ્રિય ગૃહમંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું છે કે ભારત ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક પર બેન લગાવી શકે છે. બાંગ્લાદેશ પાસેથી આ અંગે કોઇ માંગ કરવામાં આવશે તો ચોક્કસથી બેન લગાવવામાં આવશે. રિજિજૂ જણાવ્યું છે કે ભારત ગેર કાયદેસર ગતિવિધિ નિરોધક અધિનિયમ અંતગર્ત આ કાર્યવાહી કરી શકે છે.

રિજિજૂએ જણાવ્યું છે કે આ અધિનિયમનો ઉપયોગ એવા સંગઠન પર બેન લગાવવા માટે કરવામાં આવે છે. જેનાથી દેશની સુરક્ષાને ખતરો હોય. અત્યાર સુધી આ એક્ટ દ્વારા કોઇ પણ વ્યક્તિ પર બેન લગાવવામાં આવ્યું નથી. રિજિજૂએ જણાવ્યું છે કે જો ઝાકિર નાયક વિરૃદ્ધ લાગેલા આરોપોમાં કોઇ પુરાવા પ્રાપ્ત થશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.

રિજિજૂએ જણાવ્યું છે કે ભારતી ગૃહમંત્રાલય ધાર્મિક કટ્ટરતાને વધારતા તમામ માધ્યમો પર નજર રાખે છે. ભારત માટે બાંગ્લાદેશની સુરક્ષા વધારે જરૂરી છે. જો બાંગ્લાદેશ પાસેથી આ અંગે માંગ કરવામાં આવશે તો તેની પર ગંભીરતાથી વિચારવામાં આવશે.

નાઇક પર દક્ષિણ એશિયાના મુસલમાનોને કટ્ટરતા માટે ઉશ્કેરવાનો આરોપ છે. નાઇક મુંબઇ આધારિત ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની સંસ્થા છે. જેને બ્રિટન અને કેનેડામાં બેન છે. નાઇક પર અન્ય ધર્મ વિરૂદ્ધ નફરત ફેલાવવાનો આરોપ છે.

You might also like