Categories: Business

ભારતનું ભવિષ્ય ઉજ્વળ પરતું NPAની સમસ્યા ઉકેલવી પડશે : UNની ચેતવણી

નવી દિલ્હી : આ વર્ષનો અંતભાગ આવે તે પહેલા ભારતનો વિકાસ દર 7.1 ટકા સુધી પહોંચવાની આશા સેવાઇ રહી છે. જ્યારે 2018નાં વર્ષમાં ભારતનો વિકાસ દર 7.5 ટકાની આસપાસ રહેવાની શક્યતાઓ યુનાઇટેડ નેશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. યુએન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિકાસદરની સાથે સાથે ભારત પર બેડ લોન નામનું એક નેગેટીવ પાસુ પણ જોડાયેલું છે.

ધ યુએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસીફીક (ઈએસસીએપી)એ પોતાનાં વાર્ષિક ફ્લેગશીપ રિપોર્ટ “ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસિફીક 2017″માં જણાવ્યું હતું કે, 2017માં ભારતનો વિકાસ દર 7.1 ટકા જેટલો મજબુત રહેશે. ભારતીય અર્થતંત્ર નોટબંધીમાંથી ઝડપી રિકવર થઇ રહ્યું છે.

જ્યારે 2017નાં અંત ભાગ તથા 2018નાં શરૂઆતી તબક્કામાં માં વિકાસ દર 7.5 ટકા સુધી પહોંચી જશે. ભારતમાં જાહેર ક્ષેત્રનાં થઇ રહેલા વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માળખાગત સુવિધાઓમાં સતત થઇ રહેલા સુધારનાં પગલે આ આંકડો સતત વધતો જશે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે વિકાસદર 7.1 ટકા જેટલો રહેવાનું અનુમાન અગાઉથી જ લગાવવામાં આવ્યું હતું.

જ્યારે ફુગાવાનો દર 2017-18માં  5.3-5.5ની આસપાસ રહેવાનુ અનુમાન લગાવવામાં આવ્યું હતું. જો કે તે અધિકારી રીતે જાહેર કરાયેલ ટાર્ગેટ 4.5-5 કરતા વધારે હતો. જો કે આ રિપોર્ટમાં સાથે સાથે ટકોર પણ કરવામાં આવી છે કે, ભારતનાં ઝડપી વિકાસની સાથે સાથે એક જોખમ પણ જોડાયેલું છે. જે છે બેડલોન. ભારતીયો બેંકો પર હાલમાં મોટા પ્રમાણમાં એનપીએનું વલણ જોવા મળી રહ્યું છે.

જેનાં કારણે બેંકોની લિક્વિડિટીમાં ઘટાડો આવી શકે છે. જો કે નોટબંધીનાં કારણે મોટા પ્રમાણમાં રોકડ જમા થવાનાં કારણે હાલ પુરતું તે જોખમ ટળી ચુક્યું છે. પરંતુ બેડલોનનો ઉકેલ લાવવામાં નહી આવે તો આગામી ટુંક સમયમાં આ સમસ્યા વિકરાળ બની શકે છે. જે ભારતનાં અર્થતંત્ર માટે યોગ્ય નથી. હાલમાં નોનપર્ફોમિંગ એસેટ્સનો રેશિયો જાહેર ક્ષેત્રની બેંકોમાં 12 ટકાની આસપાસ પહોંચ્યો છે.

Navin Sharma

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

19 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

19 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

20 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

20 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

20 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

20 hours ago