અમેરિકાને હજી ભરસો, વર્ષના અંત સુધીમાં ભારતને મળશે NSGમાં સ્થાન

વોશિંગટનઃ અમેરિકાએ આશ્વાસન આપ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતનો NSGમાં સભ્યપદનો રસ્ત સ્પષ્ટ થઇ જશે. અમેરિકાએ આ વાત સોલમાં NSGની પૂર્ણ બેઠક પૂરી થયા પછી કહી હતી. ચીનના નીતી વિરોધને પગલે ભારતના સભ્યપદને લઇને કોઇ જ નિર્ણય લઇ શકાયો નથી. આબોમા પ્રસાશનના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી પાસે આ વર્ષના અંત સુધીમાં આ બાબતને લઇને રસ્તો સ્પષ્ટ થઇ જશે.

અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું છે કે તેના માટે કેટલાક કામ ચોક્કસથી કરવા પડશે. તેમ છતાં અમને વિશ્વાસ છે કે વર્ષના અંત સુધી ભારતને NSGનું સભ્યપદ પ્રાપ્ત થઇ જશે. અધિકારીએ 48 સદસ્યોના સમૂહ વચ્ચે ભારતના સભ્યપદ અંગે ચર્ચા અને વિરોધના ખુલાસા અંગેની માહિતી ન આપતા આંતરીક ચર્ચાઓને ગુપ્ત રાખી છે. અમેરિકાને દ્રઢ વિશ્વાસ છે ભારતને ટૂંક સમયમાં જ NSGમાં સ્થાન પ્રાપ્ત થશે. ઓબામાની સરકાર અને અન્ય દેશો આ મુદ્દે ભારત માટે સક્રિય રીતે કાર્યરત છે. ચીને ભારતને NSGમાં સભ્ય પદ ન પ્રાપ્ત થાય તે અંગે વિરોધ કર્યો હતો. ભારતીય અધિકારીના માતે 38 દેશોએ ભારતને સમર્થન આપ્યું છે.

You might also like