હવે ચાઈના ગમે તેવો સામાન ભારતમાં મોકલી શકશે નહીં

ભારત કન્ઝ્યૂમર અને કેપિટલ ગુડ્સના ક્વૉલિટી કંટ્રોલ નિયમોને વધુ સખત બનાવવા જઈ રહ્યું છે. જેના કારણે ચીનની મુશ્કેલીઓ વધી શકે છે, જે ભારતમાં પોતાનો મોટાભાગના સામાનની નિકાસ કરે છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બંને દેશોની બૉર્ડર પર તંગદિલી વધી રહી છે.

આ નવા નિયમો પ્રમાણે રમકડાં, ઈલેક્ટ્રીક સામાન, મશીનરી, ફૂડ પ્રોસેસિંગ અને કન્સ્ટ્રકશન એન્ડ કેમિકલ્સ જેવા સેક્ટરોને ટાર્ગેટ કરવામાં આવશે, જેમાં ચીનનો દબદબો છે. આ નિયમોના કારણે રમકડાના એવા વ્યાપારીઓ પર અસર પડશે, જે સામાન્યમાં સામાન્ય કીચેનથી લઈને રોબોટ સુધીના રમકડાં ચીનથી આયાત કરે છે.

હવે સરકારી વિભાગોને કહેવામાં આવ્યું છે કે તે લેબોરેટરી ટેસ્ટ અને સ્પૉટ ઈન્સ્પેક્શન કરે જેથી સામાનની ગુણવત્તા અને રેગ્યુલેશનને બરાબર રીતે ચકાસી શકાય. જો કે જનતા પણ ખરાબ ક્વૉલિટીવાળો ચાઈના સામાન ખરીદવાનો બંધ કરી દે તો વ્યાપારીઓ પણ એવા સામાનની આયાત કરવાનું બંધ કરી દે.

રમકડાં અને સ્ટીલના સામાન પર ચીની માર્કેટનો દબદબો છે, તેની ગુણવત્તા પર ખાસ ચેકિંગ રાખવામાં આવશે. આ સામાનની ફરિયાદો પણ આવી રહી છે. જો કે આ નવા નિયમો વિદેશીની સાથે સાથે સ્થાનિક સામાન પર પણ લાગુ થશે.

ઈન્ડિયન સ્ટીલ સેક્રેટરી અરુણા શર્માએ કહ્યું હતું કે, તેમનો ડિપાર્ટમેન્ટ નવી ગાઈડલાઈન્સ જારી કરશે અને સેક્ટરમાં વપરાતા સ્ટીલની પાઈપોની ગુણવત્તાનો માપદંડ ઉંચો રાખવામાં આવશે. આ બાબતે સબૂત મળ્યા છે કે ચીન સ્ટીલ નિર્મિત સામાનો મોકલે છે, તે ભારતના BIS સ્ટાન્ડર્ડ પ્રમાણે હોતા નથી.

You might also like