મૂળ અંકલેશ્વરના યુવાનની સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન

અંકલેશ્વર : મૂળ અંકલેશ્વરના અને હાલ યુએસએમાં સ્થાઇ થયેલ યુવાનને અનેક દેશોમાં ફરવાની સિધ્ધી બદલ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડીયા તથા ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અંકલેશ્વર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલના ભાઇ વિશાલ એન.પટેલ વર્ષ ૨૦૦૦થી યુનાઇટેડ એરલાઇન્સમાં પાઇલોટ તરીકે ફરજ બજાવી રહયા છે તેઓને અલગ અલગ દેશોમાં ફરવાનો શોખ જાગતા તેઓએ ૨૦૦૬થી વિવિધ દેશોમાં ફરવાની શરૂઆત કરી હતી.

તેઓનો વિદેશોમાં ફરવાનો શોખ તેમનો ઝનુન બનતા વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૫ સુધીમાં તેઓએ ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, યુકે. જર્મની, ફ્રાન્સ, સ્પેન, સ્વીઝરલેન્ડ, આયલેન્ડ, ઇજીપી, નોર્વે સહિતના ૫૪ દેશની મુલાકાત તેઓ હાલ સુધીમાં લઇ ચુકયા છે.  તેઓની આ સિધ્ધીની નોંધ અમદાવાદ ખાતે કાર્યરત વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડીયા નામની સંસ્થાએ લેતા તેઓના રેકોર્ડને ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

ત્યારબાદ ભારતના ફરીદાબાદ  ખાતે કાર્યરત ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ પણ વિશાલ પટેલના સાહસની સરાહના કરી છે અને ૩૬ વર્ષની વયે ૫૪ દેશોની મુલાકાત લેવા બદલ તેઓને મોસ્ટ કન્ટ્રીઝ ટ્રાવેલ્ડ નામના રેકોર્ડથી નવાજવામાં આવ્યા છે. મૂળ અંકલેશ્વરના વિશાલ પટેલે વિદેશી ધરતી પર વસીને પણ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. તેઓની આ સિધ્ધી સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગર્વની વાત છે.

You might also like