ભારત-સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે આ ડીલ થતાં જ ભારતીયોનું કાળું નાણું પકડાઈ જશે

વિદેશોમાં જમા રહેલા ભારતીયોનાં કાળાં નાણાંની જાણકારી મેળવવા ભારતે ગઈ કાલે સ્વિટ્ઝર્લેન્ડ સાથે સમજૂતી કરાર કર્યો છે. બંને દેશ વચ્ચે આવી ડીલ થતાં અને પહેલી જાન્યુઆરીથી બંને દેશ વચ્ચે ટેક્સ સંબંધી માહિતીનું આદાનપ્રદાન શરૂ થઈ જતાં આગામી દિવસોમાં વિદેશમાં જમા રહેલાં ભારતીયોનાં કાળાં નાણાંની વિગતો બહાર આવી શકે તેમ છે.

આવકવેરા વિભાગની પોલિસી ઘડનારા ઉચ્ચાધિકારીએ જણાવ્યું કે આ સમજૂતી કરાર પર કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રા તથા ભારતમાં સ્વિટ્ઝર્લેન્ડના રાજદૂત અેન્ડ્રેયાસ બાઉસે નોર્થ બ્લોકમાં હસ્તાક્ષર કર્યા હતા. જેમાં બંને પક્ષ વચ્ચે માહિતીના આદાનપ્રદાન માટે ગત મહિનામાં સંયુકત રીતે જાહેરાત કરાયા બાદ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં એવી વ્યવસ્થા કરવામા આવી હતી કે બંને દેશ ૨૦૧૮થી વૈશ્વિક માપદંડોને અનુરૂપ આંકડાઓને રજૂ કરવાનું શરૂ કરશે.અને ૨૦૧૯થી બંને દેશ વચ્ચે તેનુ આદાનપ્રદાન કરવામા આવશે.

આ માટે સ્વિટ્ઝર્લેન્ડ તરફથી વૈશ્વિક માપદંડોને પૂરા કરી લેવામાં આવ્યા છે.જ્યારે ભારતે તેની તરફથી આંકડાની ગુપ્તતા રાખવા ખાતરી
આપી છે.

સીબીડીટીએ આ અંગે જણાવ્યું છે કે ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે આ અંગે સમજૂતી થતાં બંને દેશો માહિતીનું આદાનપ્રદાન કરી શકશે. તેમજ ભારતના લોકોએ આ દેશમાં કેટલું રોકાણ કે કેટલી રકમ બેન્કોમાં જમા કરાવી છે તે અંગે આસાનીથી માહિતી મળતી થઈ જશે.

You might also like