ફ્રાંસને પછાડી આ ક્રમે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત

વિશ્વ બેંકનાં વર્તમાન રિપોર્ટમાં એક વાર ફરીથી દુનિયાએ ભારતની અર્થવ્યવસ્થા પર પોતાનો ભરોસો દર્શાવ્યો છે. ફ્રાંસ અને બ્રિટેન જેવાં દેશોને પછાડીને ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. વિશ્વ બેંકનાં 2017નાં અપડેટ કરાયેલા આંકડાઓમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.

ફ્રાંસને પણ પછાડ્યું:
રિપોર્ટમાં એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2032 સુધી અમેરિકા અને ચીન બાદ ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બન્યો છે. રિપોર્ટમાં ભારતનો જીડીપી છેલ્લાં નાણાંકીય વર્ષમાં 2.597 ટ્રિલિયન ડોલર રહ્યો જ્યારે ફ્રાન્સનો જીડીપી 2.582 ટ્રિલિયન ડોલર રહ્યો.

GST અને નોટબંધીથી હાલતમાં થયો સુધારોઃ
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2016માં નોટબંધી કરવા પર અને ગયા વર્ષે 1લી જુલાઇએ જીએસટી લાગુ કરવા પર બજારમાં આવેલ મંદી બાદ હવે મેન્યુફેક્ચરિંગ અને લોકોની ખરીદ ક્ષમતા વધતી જોવા મળી રહી છે અને મુખ્ય રૂપે આ જ કારણોસર જીડીપીમાં આ ઉછાળો આવ્યો છે.

જો કે આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તિ આવકનાં મામલામાં ભારત હવે ફ્રાંસથી અનેક ઘણું પાછળ છે. રિપોર્ટ અનુસાર, સવા અરબની આબાદીવાળું ભારત 6.70 કરોડની આબાદીવાળા ફ્રાંસથી અંદાજે 20 ઘણું પાછળ છે.

You might also like