ભારતે સ્વદેશી ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પ્રક્ષેપણ કર્યું

ભારતે આજે સ્વદેશી ટેકનિકથી નિર્માણ પામેલ એડવાન્સ એર ડિફેન્સ (એએડી) ઇન્ટસેપ્ટર મિસાઇલનું ઓડિશાના ચાંદીપુરમાં આવેલ ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેંજ (આઇટીઆર) અને ઓડિશાના ધર્મા તટ પર અબ્દુલ કલામ (વ્હીલર) દ્વીપથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આઇટીઆરના સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ટરસેપ્ટ મિસાઇલને સવારે નવ વાગ્યાના 46 મિનીટ પર બંગાળની ખાડીમાં વ્હીલર દ્વીપથી પ્રક્ષપણ કરવામાં આવ્યું. મિસાઇલ સાથે જોડાયેલ સૂત્રોએ કહ્યું કે 20 કિમીની ઉંચાઇ પર આ મિસાઇલ ઇલેકટ્રોનિક લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડે છે. આ પરીક્ષણ સ્વદેશી રૂપથી વિકસિત ઉચ્ચ ગતિની ઇન્ટરસેપ્ટ મિસાઇલના પ્રભાવશાળી નિરીક્ષણ કરવા માટે કરવામાં આવ્યું છે.

You might also like