મિસાઇલથી મિસાઇલ નષ્ટ કરનાર ચોથો દેશ બનતું ભારત

નવી દિલ્હી : આજે ભારત માટે ગૌરવતા પ્રાપ્ત થવાનો અવસર છે. ભારતે આજે ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે, તેની સાથે ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે જે મિસાઇલ થી મિસાઇલને નષ્ટ કરી શકે છે. આ ટેસ્ટ આજે સવારે 9:45 કલાકે ઓડિશાના સમુદ્રતટની નજીક વ્હીલર આઇલેન્ડ પર કરાયું હતું.

પ્રાપ્ત જાણકારી મુજબ એર ડિફેન્સ સિસ્ટમ તરફથી આ 9મો ટેસ્ટ હતો, આજે વ્હીલર આઇલેન્ડ પરથી ઇન્ટરસેપ્ટ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ તે ધરતીથી લગભગ 15 કિમી ઉપર બંગાળની ખાડી તરફથી ‘હુમલો કરતી’ મિસાઇલને નષ્ટ કરી દીધી.

ખાસ મુદ્દાઓ:
– આ મિસાઇલને ડિફેન્સ રિચર્સ એન્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા બનાવામાં આવી છે.
– મિસાઇલની લંબાઇ 7.5 મીટર છે.
– આ સિંગલ સ્ટેજ રોકલ પ્રોપેલ ગાઇડેડ મિસાઇલ છે.

દુનિયામાં ચોથો દેશ બનતું ભારત..
– આ રીતની ક્ષમતા પૂર્ણ કરનારા દેશોની યાદીમાં ભારત ચોથા નંબરનો દેશ બન્યું છે.
– આ પહેલા અમેરિકા, રશિયા અને ઇઝરાયલ જેવા દેશો પાસે આ ક્ષમતા હતી.

શું છે બેલેસ્ટિક મિસાઇલ ?
ડિફેન્સ સિસ્ટમ પ્રણાલી મુજબ દુશ્મનની બેલેસ્ટિક મિસાઇલને હવામાં જ તેની ઓળખ કરી તેને એન્ટી બેલેસ્ટિક મિસાઇલથી તેનો નાશ કરવામાં આવે છે.

40 ખાનગી તેમજ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ..
પાકિસ્તાન તરફથી પરમાણુ હુમલાના ખતરાને જોતા આ મલ્ટી લેયર્ડ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને બનાવવાનો પ્રારંભ થયો, આમાં 40 ખાનગી તેમજ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ કરાયો છે.

You might also like